News of Wednesday, 14th May 2025
આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિતારે ઝમીન પર'નું ટ્રેલર રિલીઝ
આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર'નું ટ્રેલર જીતી રહ્યું છે લોકોના દિલઃ ૨૦૦૭ની સુપરહિટ ફિલ્મ ‘તારે જમીન પર'ની સિક્વલ છે આ ફિલ્મ

મુંબઇ, તા.૧૪: ૧૮ વર્ષ પછી, ‘સિતારે ઝમીન પર' ફરી એકવાર એ જ જાદુ લાવી રહ્યું છે જે ‘તારે ઝમીન પર'એ ફેલાવ્યો હતો. આ ફિલ્મમાં પણ, એક મીઠી અને હૃદયસ્પર્શી વાર્તા જોવા મળશે, જે હૃદયને ફરીથી હસવા માટે મજબૂર કરશે! આમિર ખાન તેની બહુ-તિક્ષિત કૌટુંબિક મનોરંજક ફિલ્મ ‘સિતારે જમીન પર' લઈને પાછો ફર્યો છે, જે વર્ષ ૨૦૦૭ની સુપરહિટ ફિલ્મ ‘તારે જમીન પર'ની આધ્યાત્મિક સિક્વલ છે. તેનું રંગીન પોસ્ટર રિલીઝ કર્યા પછી, નિર્માતાઓએ આખરે ટ્રેલર રિલીઝ કર્યું છે, અને તે પ્રેમ, હાસ્ય અને ખુશીઓથી ભરપૂર છે.
આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર'નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. ફિલ્મની ટેગલાઇન ‘સબકા અપના અપના નોર્મલ' છે, જે બધાને સાથે લઈને ચાલવાની વાત કરે છે અને તે દર્શકોના હૃદયમાં ઊંડી છાપ છોડશે. ટ્રેલરમાં, આમિર ખાન એક બાસ્કેટબોલ કોચ તરીકે જોવા મળે છે જે માનસિક વિકલાંગ લોકોને કોચિંગ આપે છે, અને આ એક રમુજી અને પ્રેરણાદાયી વાર્તા તરફ દોરી જાય છે.
‘સિતારે જમીન પર'નું ટ્રેલર નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યું અને લખ્યું છે કે, ‘૧ નાનો બાસ્કેટબોલ કોચ, ૧૦ તોફાની સ્ટાર્સ અને તેમની સફર. જુઓ #SitaareZameenPar #SabkaApnaApnaNormal, ૨૦ જૂને ફક્ત સિનેમાઘરોમાં. ટ્રેલર રિલીઝ થયું છે!'
ફિલ્મનું ટ્રેલર હૂંફ અને આનંદથી ભરેલું છે, જેમાં પ્રેમ, હાસ્ય અને ભાવનાત્મક ક્ષણોનું સંપૂર્ણ સંતુલન છે. આ હૃદયસ્પર્શી કોમેડી ફિલ્મમાં ઘણા દ્રશ્યો છે જે તમને હસાવવાની સાથે સાથે તમારા હૃદયને સ્પર્શી પણ જશે. વધુમાં, આ ફિલ્મ સાથે, આમિર ખાન પ્રોડક્શન્સ દસ નવા ચહેરાઓ લોન્ચ કરી રહ્યું છે - આરુષ દત્તા ગોપી કળષ્ણ વર્મા સંવિત દેસાઈ વેદાંત શર્મા આયુષ ભણસાલી આશિષ પેંડસે ઋષિ શહાની ઋષભ જૈન નમન મિશ્રા અને સિમરન મંગેશકર.
આ ફિલ્મનું દિગ્દર્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ ‘શુભ મંગલ સાવધાન' જેવી શાનદાર ફિલ્મ બનાવી છે. સિતારે જમીન પર તેમના કરિયરનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, જેમાં આમિર ખાન ફરી એકવાર તેમના શક્તિશાળી અંદાજમાં જોવા મળશે.
સિતારે ઝમીન પરનું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ થાય છે, જે ભારતના સૌથી સફળ પ્રોડક્શન હાઉસમાંનું એક છે. આ બેનર દ્વારા લાપતા લેડીઝ, દંગલ, તારે ઝમીન પર, સિક્રેટ સુપરસ્ટાર,લગાન જેવી ઘણી મહાન અને યાદગાર ફિલ્મો આપવામાં આવી છે.
આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી સિતારે જમીન પર્રીંમાં આમિર ખાન અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સંગીત શંકર-એહસાન-લોય દ્વારા રચિત છે, જ્યારે તેના ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા છે. દિવ્યા નિધિ શર્મા એ તેની પટકથા લખી છે. આ ફિલ્મનું નિર્માણ રવિ ભાગચંદકા દ્વારા આમિર ખાન અને અપર્ણા પુરોહિતસાથે મળીને કરવામાં આવ્યું છે. આર. એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.(૨૩.૨૬)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
