મોંઘવારીનો વધુ એક આકરો ઝટકો : ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૯ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો : દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ૯૪૨ રૂપિયાએ પહોંચી : પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક બજારમાં ઊથલપાથલના કારણે કિંમતો વધી : છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : પેટ્રોલ-ડીઝલ અને સીએનજી બાદ હવે રાંધણ ગેસ પણ મોંઘો થયો3:25 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૦ જૂને રચશે નવો ઈતિહાસ : જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનારા પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બનશે : સતત ૪,૩૯૯ દિવસ સત્તા પર રહીને નરેન્દ્રભાઈ મોદી નવો કીર્તિમાન સ્થાપિત કરશે : ૧૯૫૨ની પ્રથમ લોકસભા પછીના ગાળામાં જવાહરલાલ નહેરુના ૪,૩૯૮ દિવસના કાર્યકાળને પાછળ છોડી દેશના રાજકીય ફલક પર સર્વોચ્ચ સ્થાન હાંસલ કરશે10:02 PM IST
ભૂટાનમાં આવેલા 5.6 ની તીવ્રતા ના જોરદાર ભૂકંપના આંચકાથી પશ્ચિમ બંગાળ ધ્રૂજ્યું : કોલકાતા અને ઉત્તર બંગાળના લોકો મધ્યરાત્રિએ ઘરોની બહાર દોડી આવ્યા : પડોશી દેશમાં કેન્દ્રબિંદુ હોવા છતાં સરહદી જિલ્લાઓમાં અનુભવાયું તીવ્ર કંપન : લોકોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો એલર્ટ મોડ પર12:23 AM IST
પેપર લીક મામલે સંસદીય સમિતિ આકરા પાણીએ : એનટીએ અધિકારીઓની આકરી પૂછપરછ : ઓએસએમ પદ્ધતિ મુદ્દે સીબીએસઈ પાસે પણ ખુલાસો મંગાયો : પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ઉઠેલા ગંભીર સવાલો અંગે સંસદ ભવનમાં હાઈવોલ્ટેજ બેઠક : ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા અને ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા કડક સૂચના12:22 AM IST
રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન અને એકતા કપૂરે જ્વેલરી બ્રાંડ એકાત્રા જ્વેલ્સ લોન્ચ કર્યું : આ લૉંચિગ ઈવેન્ટમાં બોલિવૂડની અનેક એવી જાણીતી હસ્તી ઉપસ્થિત રહી :એકતા કપૂર બ્લેડ સાડી સ્ટાઈલ ડ્રેપ્ડ ગાઉન સાથે ટ્રેડિશનલ લૂકમાં મોર્ડન ફેશન સાથે જોવા મળી જ્યારે સુઝૈન ખાનનો એક અલગ ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો11:57 PM IST
જોક્સ અને મનોરંજન સિનેમા હોલ ચલાવવા માટે પૂરતા હોઈ શકે છે, પરંતુ સરકાર ચલાવવા માટે દૃઢ નેતૃત્વ અને કાર્યક્ષમતા જરૂરી : હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પંજાબના ધુરીમાં જાહેર સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા:તેમણે કહ્યું કે રાજ્યના લોકો હવે માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક વિકાસ અને સારું શાસન ઇચ્છે છે11:53 PM IST
રામ મંદિરમાંથી કરોડો રૂપિયા ગાયબ: અખિલેશ યાદવના દાવાથી ખળભળાટ :કહ્યું- ટ્રસ્ટ માટે ખુબ જ શરમજનક છે : અખિલેશ યાદવે એક પોસ્ટમાં કહ્યું કે રામ ભક્તો માટે આ સંવેદનશીલ સમાચાર છે કે રામ મંદિર માટે કરોડો રૂપિયાના પ્રસાદ ગુમ થયા છે. મંદિર ટ્રસ્ટ માટે આ ખૂબ જ શરમજનક સ્થિતિ છે. કોર્ટે આ મામલામાં સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ.11:34 PM IST
જયપુરના 34 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ રહેશે: અતિક્રમણ તોડી પડાશે :સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો : જયપુરમાં સોમવારથી શરૂ થનારા મોટા પાયે અતિક્રમણ હટાવવાના અભિયાન પહેલા વહીવટીતંત્રે કડક પગલાં લીધા:કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, શહેરના 34 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.11:21 PM IST
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકકેએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને નવું અલ્ટીમેટમ આપ્યું:યુવાનોને પણ અપીલ કરી : કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકકેએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો તેઓ દેશભરના યુવાનોને એકત્ર કરશે અને દિલ્હીમાં સરકાર સામે મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરશે.11:19 PM IST
કોંગ્રેસ પક્ષમાં જૂની રાજકીય ખટપટ ફરી સપાટી પર : અશોક ગેહલોતનો મોટો દાવો - એક સમજી-વિચારીને કરાયેલા કાવતરાએ મને કોંગ્રેસ અધ્યક્ષ બનતા રોક્યો : સચિન પાયલટ સાથેના ગજગ્રાહ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીનું સનસનાટીપૂર્ણ નિવેદન : જો સોનિયા ગાંધીએ મને સીધી ઓફર કરી હોત, તો હું પક્ષના સર્વોચ્ચ પદનો અસ્વીકાર કઈ રીતે કરી શકત?10:40 PM IST
૩૫ દિવસમાં ૧૧.૮૪ લાખ ચલણ જારી કરાયા :દરરોજ ૯,૦૦૦ થી વધુ દંડ: નોઈડામાં વારંવાર ઉલ્લંઘન કરવા બદલ હવે લાઇસન્સ રદ કરાશે : ૧ જાન્યુઆરીથી ૧૫ મે દરમિયાન નોઈડા અને ગ્રેટર નોઈડામાં ૧૧.૮૪ લાખ ચલણ જારી કરાયા: ડીસીપી ટ્રાફિક અભય કુમાર મિશ્રાએ ચેતવણી આપી છે કે વારંવાર ઉલ્લંઘન કરનારાઓના લાઇસન્સ રદ કરવામાં આવશે.10:53 PM IST
પશ્ચિમ બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા : ધરપકડથી બચવા સાડીઓના ઢગલા પાછળ છુપાયેલા ટીએમસી નેતાને બંગાળ પોલીસે શોધી કાઢી દબોચી લીધા : નાટ્યાત્મક રેડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકારણ ગરમાયું : પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ મધ્યરાત્રિએ ઓપરેશન પાર પાડી તૃણમૂલ કોંગ્રેસના નેતાની ધરપકડ કરાઈ10:39 PM IST
શું ૧૯૮૬ જેવી આપત્તિ ફરી આવશે? ચેર્નોબિલ પર રશિયાના હુમલાથી મંડરાયો ઘાતક ખતરો : ગભરાયેલા યુક્રેન મદદ માટે અપીલ કરી : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, વિશ્વના સૌથી સંવેદનશીલ સ્થળોમાંનું એક ફરી એકવાર જોખમમાં છે. યુક્રેનનો આરોપ છે કે રશિયાએ ચેર્નોબિલ પ્રતિબંધિત ક્ષેત્રમાં પરમાણુ ઇંધણ સંગ્રહ સ્થળ પર હુમલો કર્યો હતો.9:40 PM IST
રાજકોટ ગ્રામ્યના ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.કે.કરમટા અને પીએસઆઈ વી.એન.જાડેજાની ટીમનો સપાટો : ટ્રક ડ્રાઈવર ભૂરારામ સારણ ૧.૮૧ કરોડના દારૂ સાથેના મુદ્દામાલ સહિત ઝડપાયો : જુઓ વિડીયો : ટ્રકમાંથી ૪૧,૫૮૦ બોટલ વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડતી એસએમસીની ટીમ : દારૂ મોકલનાર સપ્લાયર ખેમારામ બેનીવાલ, ટ્રક માલિક રામનિવાસ ઉર્ફે રામલાલ, સુનિલ અને વર્ચ્યુઅલ નંબર ધારક બુટલેગર સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા8:37 PM IST
પાકિસ્તાનના સંદેશવાહક ! ગૃહમંત્રી મોહસીન નકવી શાહબાઝનો સંદેશ લઈને ઈરાન પહોંચ્યા: લેખિત સંદેશ સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને સોંપ્યો : પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ તેહરાનમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી: બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને મધ્ય પૂર્વ સંકટ પર ચર્ચા કરી.9:40 PM IST
રેવંત રેડ્ડીએ દાવો કર્યો કે તેઓ હિટલરની ટીમથી ' પ્રભાવિત' થયા હતા : ભાજપ તેમના નિવેદન પર આકરા પ્રહાર કર્યા : તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે તેમણે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પાસેથી અતિક્રમણ વિરોધી ટાસ્ક ફોર્સ "HYDRAA" નું નામ અને ખ્યાલ લીધો હતો:તેમના નિવેદનની ભાજપ તરફથી આકરી ટીકા થઈ9:20 PM IST
મોદી કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા : પંજાબ જીતવા પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: રાઘવ ચઢ્ઢા અને તરુણ ચુઘને મળી શકે છે મોટી જવાબદારી : પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો રાજકીય દાવ: નાણાં મંત્રાલયમાં પંકજ ચૌધરીની જગ્યાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાઘવ ચઢ્ઢાને સ્થાન મળવાની પ્રબળ સંભાવના7:10 PM IST
વ્હાઇટ હાઉસના રસોડામાં 'મોદીના ડિનર' વખતે મચી હતી અફડાતફડી : જીલ બિડેનના પુસ્તકમાં સનસનાટીભર્યા ખુલાસા : પીએમ મોદીના સ્ટેટ ડિનરમાં છેલ્લી ઘડીએ લસણ અને ડેરી-મુક્ત વાનગીઓની માંગથી યુએસ સ્ટાફના પરસેવા છૂટ્યા: સત્તાની લડાઈ અને હિલેરી ક્લિન્ટનની ગુપ્ત ટિપ્સ પરથી પૂર્વ ફર્સ્ટ લેડીએ પડદો ઊંચક્યો7:11 PM IST
વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો: 96 દેશોના પ્રતિનિધિઓ ગુજરાતમાં મેળવી રહ્યા છે વિવિધ તપાસ-સુરક્ષાલક્ષી તાલીમ : પીએમ મોદીના વિઝન સાથે NFSUનું ગૌરવપૂર્ણ પ્રદાન: અમેરિકા સુધી પહોંચી દેશમાં બનેલી ફોરેન્સિક પ્રોડક્ટ્સ:17 રાજ્યોમાં 300+ મોબાઈલ વાન સેવારત: સંશોધન દ્વારા શિક્ષણ’ના ધ્યેય સાથે NFSUએ સ્થાપ્યા નવા માપદંડ: વિમાન દુર્ઘટનામાં DNA પ્રોફાઇલિંગથી લઈ સ્પોર્ટ્સ સાયન્સ ક્ષેત્રે મેળવી વિશિષ્ટ સિદ્ધિ: યુનિવર્સિટીના અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં કુલ 13 કેમ્પસ કાર્યરત6:20 PM IST
"હું તો અધ્યક્ષ બનવા તૈયાર જ હતો, પણ પડદા પાછળ રચાયેલા એક કથિત ષડયંત્રે બધું અટકાવી દીધું : કોંગ્રેસના 'જાદુગર' અશોક ગેહલોતનો રાજકીય બોમ્બ! : દિલ્હીના હાઈકમાન્ડથી લઈને જયપુરના રણમેદાન સુધી ખળભળાટ: પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે હાઈકમાન્ડની મંજૂરી હોવા છતાં એક અણધાર્યા આંતરિક કાવતરાએ તેમને રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી સુધી પહોંચતા રોક્યા હતા6:04 PM IST
પટનામાં શિક્ષણ વિભાગની મોટી લાપરવાહી: પ્રખ્યાત 'ખાન સર'નું કોચિંગ સેન્ટર પણ નથી રજિસ્ટર્ડ: પટનામાં નોંધણી પોર્ટલ જ પ મહિનાથી બંધ : પાંચ મહિનાથી સરકારી પોર્ટલ બંધ હોવાથી સેંકડો સંચાલકો અટવાયા, નિયમોનું ઉલ્લંઘન કરનારા પર તોળાતું દંડનું સંકટ: ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ખામી બાદ ઓફલાઇન અરજી પણ સ્વીકારતી હોવાનું સામે આવ્યું : ખળભળાટ1:00 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ મંદિરના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીનું યુએસએના મિઝોરી સ્ટેટ કેપિટલમાં ભવ્ય સન્માન : સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેક દ્વારા "વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત" તરીકે બિરદાવાયા : સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા વિકાસ, અન્નક્ષેત્ર, વ્યસનમુક્તિ અને વૈશ્વિક શાંતિ માટેના કાર્યોને મિઝોરી રાજ્યના નાણાપ્રધાન દ્વારા સરકારી દસ્તાવેજમાં મળી માન્યતા : દરરોજ 25,000 થી વધુ લોકોને ભોજન અને 1,00,000 થી વધુ યુવાનોને નૈતિક માર્ગે વાળવાની સેવાની પ્રશંસા : સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ11:17 AM IST
જંતર-મંતર પર હોબાળો : 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શન દરમિયાન 'હિટ' સ્પ્રે લઈને પહોંચેલા વ્યક્તિ સાથે ઝપાઝપી થતાં ભારે અફરાતફરી : NEET-UG પેપર લીકના વિરોધમાં અમેરિકાથી પરત ફરેલા સ્થાપક અભિજીત દીપકના નેતૃત્વમાં સેંકડો વિદ્યાર્થીઓ ઉમટ્યા : આંદોલનને મજબૂતી આપવા મંચ પર જોડાયા જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચુક9:58 PM IST
‘નોકરીની પાછળ નહીં, સ્વપ્નોની પાછળ દોડો’: હિમાચલના રાજ્યપાલ કવિંદર ગુપ્તાનું યુવાનોને વિશિષ્ટ આહવાન; ‘ભારત 2047’ ના સ્વપ્નને સાકાર કરવા ઉદ્યોગસાહસિક બનવા પર ભાર : શિમલામાં પંચનાદ શોધ સંસ્થાનના મંચ પરથી ગુંજી રાજ્યપાલની હાકલ; ડિજિટલ ભારતની સફળતાને ગણાવી વૈશ્વિક ઉદાહરણ, યુવાનોને કરી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની અપીલ10:03 PM IST
તમિલનાડુના રાજકારણમાં નવો વળાંક: ‘મેં રાષ્ટ્રપતિ શાસન ટાળવા માટે ગઠબંધનને TVK ને ટેકો આપવાની મંજૂરી આપી હતી’, એમ.કે. સ્ટાલિનનો મોટો ઘટસ્ફોટ : ડીએમકે સુપ્રીમોએ ગઠબંધન પક્ષોના પક્ષપલટા પર તોડ્યું મૌન; કહ્યું - ‘સત્તાની લાલચમાં નહીં, પણ લોકશાહી બચાવવા માટે કર્યો હતો આ નિર્ણય, હવે આ સરકારને ઉથલાવવાની પ્રતિજ્ઞા’10:14 PM IST
યુપી : સૈફઈમાં ધર્મ અને રાજકારણનો મહાસંગમ: શંકરાચાર્યના ગૌરક્ષા અભિયાનને સપાનું ખુલ્લું સમર્થન : ભાજપ સરકાર પર આકરા પ્રહાર : યાદવ પરિવારના ગઢમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ભવ્ય સ્વાગત: સાંસદ ડિમ્પલ યાદવ અને શિવપાલ યાદવે ગૌમાતાના રક્ષણ માટે લડતની જાહેરાત કરી : વહીવટીતંત્રની નીતિઓ સામે ઉઠાવ્યા સવાલ10:31 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાપોલીસ બની માવતર: ત્યજી દીધેલી નવજાત બાળકીના નામકરણ સાથે છઠ્ઠીની પોલીસ સ્ટેશનમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી : પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છઠ્ઠીની ઉજવણીની ગુજરાત પોલીસના ઈતિહાસની પ્રેરક ઘટના: મામૂસ બાળકીને નામ મળ્યું ‘કશિશ’:પોલીસ દ્વારા બાળકીની છઠ્ઠીના જીયાણામાં કપડાં, રમકડા, ગોદડી, બેબી કીટ સહિતની વસ્તુઓની ભેટ અપાઈ: પવિત્ર અધિક મહિનામાં કાયદાના રક્ષકો બન્યા અનાથ દીકરીના નાથ7:20 PM IST
વિકાસની સાથે સાથે સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવી અને સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ આપણી પ્રાથમિકતા: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં GPCBની ભૂમિકા સૌથી નિર્ણાયક: મંત્રી: પર્યાવરણીય નિયમોનું પાલન પ્રોત્સાહક હોવું જોઈએ: અગ્ર સચિવ વિનોદ રાવ: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બે દિવસીય પર્યાવરણ કાર્યશિબિરનો સમાપન સમારોહ યોજાયો6:48 PM IST
રાજ્યના ૮ સિનિયર IPS અધિકારીઓ તા. ૧૧ અને ૧૨ જૂને પાકિસ્તાન બોર્ડરને સ્પર્શતા ગુજરાતના ૧૬ સરહદી ગામોની મુલાકાત લેશે : તમામ અધિકારીઓ રાત્રિ રોકાણ પણ આ ગામોમાં જ કરશે: મુલાકાત દરમિયાન દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ, રાત્રીસભા જેવા બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે6:16 PM IST
વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત : ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલી ત્રિપક્ષીય ટક્કરમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત : ભારે સ્પીડમાં જતી લક્ઝરી કાર, આઇશર ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણથી વાહનોનો કચ્ચરઘાણ નીકળ્યો : હાઈવે પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા10:41 PM IST
વડોદરામાં સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભા:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સહિત હજારો લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી : શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભામાં પક્ષ-વિપક્ષના રાજકીય નેતાઓ, સાધુ-સંતો અને હજારોની સંખ્યામાં વડોદરાના નાગરિકો ઉમટી પડ્યા7:48 PM IST
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે ૮ જૂનથી ૩૦ જૂન દરમિયાન રાજ્યવ્યાપી "લેપ્રસી કેસ ડિટેકશન" કાર્યક્રમ હાથ ધરાશે : રાજ્યના ૧૨ પ્રાયોરિટી જિલ્લાઓના ૯૮ તાલુકા-વોર્ડમાં ૧૫,૯૪૧ ટીમો દ્વારા અંદાજીત ૨ કરોડથી વધુ નાગરિકોનું સ્ક્રીનિંગ કરાશે:અન્ય ૨૨ જિલ્લાઓના ૧૭૫ તાલુકા-વોર્ડમાં તા. ૮ થી ૧૮ જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે: ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરુષ વોલેન્ટીયર્સની વિશેષ ટીમો દ્વારા સ્ક્રીનિંગ કરાશે6:18 PM IST
બાબા બાગેશ્વરના દરબારનો પર્દાફાશ કરવા પ્રશ્નોની ચિઠ્ઠી લઈને નીકળેલા આલોચક પુરુષોત્તમ પીપળીયાની ઘર બહારથી જ અટકાયત : કથાના અંતિમ દિવસે અંધશ્રદ્ધા વિવાદે પકડ્યું જોર : રાજકોટ રેસકોર્સના મંચ પરથી ૧૯૯૭ ના અપહરણ કેસનો ભેદ ખોલવા પડકાર ફેંકનાર પીપળીયાને પોલીસે બોલેરોમાં બેસાડી દીધા : અંધશ્રદ્ધાના નામે ‘પ્રેત દરબાર’ ચાલતો હોવાના સનસનીખેજ આક્ષેપ વચ્ચે પોલીસ તંત્ર એલર્ટ8:55 PM IST
કચ્છના સિનુગ્રા ગામે ખનિજ માફિયાનું રેસિડન્સ અને કોમર્શિયલ જમીન પરનું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડી પડાયું : પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ અને રેવન્યુ વિભાગની સંયુક્ત મેગા ડ્રાઈવ : ગેરકાયદેસર ખાણ ખનીજ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દાઉદ ભચુભાઈ કક્કલ દ્વારા દબાવેલી ૧૬.૭૭ લાખથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ9:55 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
એલેક્ઝાન્ડર ઝ્વેરેવે રચ્યો ઇતિહાસ : ફ્રેન્ચ ઓપન ૨૦૨૬ના હાઈવોલ્ટેજ ફાઈનલમાં ઈટાલીના ફ્લેવિયો કોબોલીને હરાવી જીત્યું કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ : ૮૯ વર્ષ બાદ ફ્રેન્ચ ઓપન સિંગલ્સ જીતનાર પ્રથમ જર્મન પુરુષ ખેલાડી બનવાનું અભૂતપૂર્વ ગૌરવ મેળવતા ઝ્વેરેવ : પાંચ સેટ સુધી ચાલેલા રોમાંચક જંગ બાદ ચેમ્પિયનને મળી ₹૩૧ કરોડની ઈનામી રકમ12:01 AM IST




















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































