<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ડાન્‍સ કરતા સલમાન ખાનની ફાંદ દેખાઈ ગઈ

આ જૂનો વિડિયો વાઇરલ થતાં લોકો તેની ફિટનેસ વિશે અનેક સવાલ કરવા માંડયા

મુંબઈ,તા.૧૫: સલમાન ખાનની  ફિલ્‍મ ‘સિકંદર'ને બોક્‍સ-ઓફિસ પર ધાર્યા પ્રમાણેની સફળતા નહોતી મળી. આ નિષ્‍ફળતા પછી હાલમાં સલમાનનો એક જૂનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં સલમાન તેની ફિલ્‍મ ‘કિક'ના ગીત ‘જુમ્‍મે કી રાત' પર છોકરીઓ સાથે ડાન્‍સ કરતો જોવા મળે છે. જોકે કેટલાક ડાન્‍સ-મૂવ્‍સ દરમ્‍યાન તેનું ટી-શર્ટ થોડું ઊંચું થઈ જાય છે અને તેની ફાંદ દેખાઈ જાય છે. હવે આ વિડિયો વાઇરલ થતાં લોકો સલમાનની ફિટનેસ વિશે સવાલ કરવા માંડ્‍યા છે. આ પહેલી વાર નથી કે સલમાનને તેની ફિટનેસ માટે ટ્રોલ કરવામાં આવ્‍યો હોય. ૨૦૨૨માં પણ દબંગ ટૂરના રિહર્સલ-વિડિયોમાં પણ તેની ફાંદને લઈને નેટિઝન્‍સે તેને ‘ફેમિલી પેક' કહીને મજાક ઉડાડી હતી.(૪૦.૭)

(9:41 AM IST)