તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 20th June 2025
હું બાથરુમમાં બિકિની પહેરી અરીસા સામે ઊભી રહેતી
૬૬ વર્ષની ઉંમરે આ હીરોઈને અસલી રોમાન્સનો મતલબ સમજાવ્યો : હું સહમત છું, હું હજુ પણ રોમેન્ટિક અનુભવ કરી રહી છું. રોમાન્સ ખાલી સેક્સ અથવા આકર્ષણ વિશે નથીઃ આ એક અનુભવ કરવા વિશે છે

નવી દિલ્હી તા.૨૦: દિગ્ગજ અભિનેત્રી નાના ગુપ્તા પોતાની અપકમિંગ ફિલ્મ મેટ્રો ઈન દિનોમાં અનુપમ ખેર સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં કેટલીય કહાનીઓને એક સાથે વણી લેવામાં આવી છે. જેમાં નીના અને અનુપમ એક વળદ્ધ કપલની ભૂમિકામાં છે, જે સ્ક્રીન પર પરિપક્વ રોમાન્સની સુંદરતાને દર્શાવે છે.
હાલમાં જ ઈંડિયા ટુડે સાથેના એક ઈન્ટરવ્યૂમાં નીના ગુપ્તાએ ૫૦ પછીના પ્રેમ વિશે પોતાના વિચારો શેર કર્યા છે. અભિનેત્રીએ કહ્યું કે, હું સહમત છું, હું હજુ પણ રોમેન્ટિક અનુભવ કરી રહી છું. રોમાન્સ ખાલી સે-ક્સ અથવા આકર્ષણ વિશે નથી. આ એક અનુભવ કરવા વિશે છે. આ દાવો કરતા કહ્યું કે, સારો અનુભવ કરવો કેટલીય રીતે આવે છે, તેમણે કહ્યું કે, હું મારા કપડાં સાથે રોમાન્સ કરુ છું. જ્યારે હું તૈયાર થાય છું તો મને ખૂબ જ સારુ લાગે છે.
પહેલાના દિવસોમાં મેં કયારેય બિકિની પહેરી નહોતી, હું જે ઘરમાંથી આવી હતી, દિલ્હીમાં એ પ્રકારની સંસ્કળતિ નહોતી. પણ જ્યારે બોમ્બે આવતી રહી અને એકલી રહેવા લાગી, તો હું મારા બાથરુમમાં બિકિની પહેરતી, અરીસામાં સામે ઊભી રહેતી અને ખુશ અનુભવ કરતી, ત્યારે મોબાઈલ ફોન હોતો. આ પણ રોમાન્સ છે. ખુદ સાથે રોમાન્સ કરવો. પણ સારો અનુભવ કરવા માટે કઈ ઉંમરની મર્યાદા હોતી નથી.
એ જ વાતચીતમાં નીના ગુપ્તએ નિર્દેશક અનુરાગ બસુ માટે વખાણ કર્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે, મને ખબર પણ નહોતી કે તેઓ મને કંઈક ઓફર કરશે, પણ જ્યારે તેમણે કર્યું તો મેં તેમને કહ્યું કે, મને એ પણ ન બતાવતા કે મારી ભૂમિકા શું છે, હું તેને કરીશ, હું તેમની સાથે કામ કરવા માગતી હતી, ખાસ કરીને લાઈફ ઈન એ મેટ્રો બાદ, મેટ્રો...ઈન દિનોમાં નીના ગુપ્તા, અનુપમ ખેર, અલી ફઝલ, આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, સારા અલી ખાન અને ફાતિમા સના શેખ જેવા કલાકાર છે.
અનુરાગ બસુ દ્વારા નિર્દેશિત, ફિલ્મમાં પ્રિતમે સંગીત આપ્યું છે અને ટી સીરીઝ દ્વારા અનુરાગ બસુ પ્રોડક્શનના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ભૂષણ કુમાર, કળષ્ણ કુમાર, અનુરાગ બસુ અને તાની બસુ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૪ જૂલાઈ ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની છે.(૩૮.૨)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
