તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના લેટેસ્ટ એપિસોડે દર્શકોને હસાવવાંની સાથે જ થોડા ડરાવ્યા પણ : કહાનીમાં સસ્પેન્સ : નવી ભૂતનીના રોલમા આવેલ સ્વાતિ શર્માએ ખૂબસૂરતીમાં બબીતાજીને પણ ટક્કર આપી
સ્વાતિએ 2023માં પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ 'યારાં દિયાન પૌ બરન'માં અભિનય કર્યો હતો હાલમાં સ્વાતિ સ્ટાર ભારતના શો 'શૈતાની રસમે'માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી છે

મુંબઈ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી ફેન્સનો પ્રિય શો રહ્યો છે. આ શોની કહાની ફેન્સનું ખૂબ મનોરંજન કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી લોકોને હસાવી રહ્યો છે. ત્યારે હાલમાં શોમાં હોરર ટ્રેક ચાલી રહ્યો છે, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને આજ કારણોસર શો ટીઆરપી રેટિંગમાં પણ નંબર 1 બની ગયો છે. ત્યારે શોમાં નવી ભૂતનીનો રોલ સ્વાતિ શર્મા કરી રહી છે, જે ખૂબસૂરતીમાં બબીતાજીને પણ ટક્કર આપે છે. જાણો કોણ છે સ્વાતિ શર્મા.
હાલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના લેટેસ્ટ એપિસોડે દર્શકોને હસાવવાંની સાથે જ થોડા ડરાવ્યા પણ છે. નવો ટ્વિસ્ટ કહાનીમાં સસ્પેન્સ લાવ્યો છે. આ વખતે કહાની થોડો ડરામણો તડકો ઉમેરવામાં આવ્યો છે. ગોકુલધામના લોકો પિકનિક માટે એક બંગલામાં જાય છે જ્યાં તેઓ એક ભૂતનીનો સામનો કરી રહ્યા છે. આ ભૂતનીનો રોલ સ્વાતિ શર્મા કરી રહી છે.
કોણ છે સ્વાતિ શર્મા?
સ્વાતિ શર્મા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાજી કરતાં પણ વધુ ગ્લેમરસ દેખાય છે. તે પોતાના સ્ટાઈલિશ અંદાજ અને આકર્ષક લુકથી લોકોનું દિલ જીતી રહી છે. દર્શકો તેના લુક અને પર્સનાલિટીની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
ટેલિવિઝન શોમાં પગલાં ભરતા પહેલા સ્વાતિએ 2023માં પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ 'યારાં દિયાન પૌ બરન'માં અભિનય કર્યો હતો. હાલમાં સ્વાતિ સ્ટાર ભારતના શો 'શૈતાની રસમે'માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી રહી છે.
સ્વાતિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 79 હજારથી વધુ ફોલોઅર્સ છે અને તે સતત પોતાની ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
