<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

નેકલેસ, બ્રેસલેટ, બંગડી પહેરી ડાન્‍સ કરતો જોવા મળ્‍યો મોહનલાલ

હમણાં એક જવેલેરીની જાહેરાતમાં એક્‍ટર જોવા મળ્‍યો હતો. જેમાં તેણે ષીઓ પહેરે તેવાં ઘરેણાં પહેર્યા હતા

મુંબઈ,તા.૨૧: એક્‍ટર મોહનલાલ એ સાઉથ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીનું જાણીતું નામ છે. તાજતેરમાં જ એક્‍ટરનું નામ ફરી એકવાર ગાજ્‍યું છે. તે હમણાં એક જવેલેરીની જાહેરાતમાં જોવા મળ્‍યો હતો. જેમાં તેણે ષીઓ પહેરે તેવાં ઘરેણાં પહેર્યા હતા.

ઘરેણાં સાથેનો મોહનલાલનો લુક સામે આવતાં જ સોશિયલ મીડિયામાં જાતભાતની ચર્ચાઓએ વેગ પકડ્‍યો છે. એકટરની ફેમિનાઇન સાઈડ જોઈને લોકોને એકબાજુ નવાઈ પણ લાગી રહી છે અને બીજી બાજુ ઘણાં તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

જાહેરાતની શરૂઆત કંઇક એ રીતે થાય છે કે જેમાં એક્‍ટર એક જવેલેરીનો સેટ જોઈ રહ્યો છે. મોકો મળતાં જ તે વેનિટી વેનમાં લઈ જાય છે. ટીમ ઘરેણાં શોધવા લાગે છે. ત્‍યારે વેનમાં એક્‍ટર જોવા મળે છે. જેણે નેકલેસ, બ્રેસલેટ, બંગડીઓ અને વીંટી પહેર્યાં છે. તેણે શર્ટ અને પેન્‍ટ પર આ રીતે લેડિઝ જવેલેરી પહેરેલી છે અને પછી તે મ્‍યુઝિક વાગતાં નાચવા લાગે છે. જ્‍યારે અચાનકથી ડિરેક્‍ટર વેનમાં આવી ચડે છે ત્‍યારે એક્‍ટર હસવા લાગે છે.

(9:44 AM IST)