News of Wednesday, 23rd July 2025
જાણીતી સોશિયલ મીડિયા સેન્સેશન અને અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં : હોઠના ફિલર્સ હટાવતાં ઉર્ફીનો ચહેરો સોજી ગયો
એક યુઝરે લખ્યું કે જેવું પણ હોય આવા દેખાવ સાથે બધાની સામે આવવા માટે હિંમત જોઈએ,જ્યારે બીજા એક ફેને કમેન્ટ કરી કે મને પણ જીવનમાં આવો આત્મવિશ્વાસ જોઈએ છે

મુંબઈ તા.૨૩ : પોતાના અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી સોશિયલ મીડિયા સેન્સેશન અને અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે પોતાના ડ્રેસિંગ સેન્સને કારણે નહીં પરંતુ સોજી ગયેલા ચહેરાને કારણે ચર્ચામાં આવી છે.
હોઠના ફિલર્સ હટાવતાં ઉર્ફીનો ચહેરો સોજી ગયો
તાજેતરમાં જ ઉર્ફીએ પોતાના હોઠના ફિલર્સ હટાવવાની સર્જરી કરાવી છે. જે બાદ તેનો ચહેરો કંઈક વિચિત્ર જ લાગી રહ્યો છે. આ વીડિયો તેણે પોસ્ટ પણ કર્યો હતો. આ વીડિયોને લઈને પર ટ્રોલ થયા બાદ પણ ઉર્ફીએ એક નવો વિડીયો શેર કર્યો છે જેમાં તે પોતાના ચહેરાને કોઈ પણ ફિલ્ટર કે શરમ વગર કેમેરા સામે બતાવતી જોવા મળી હતી. હવે ચાહકો તેમના આ આત્મવિશ્વાસના ખૂબ વખાણ કરી રહ્યા છે.
ઉર્ફીએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાના ફુલેલા ગાલ, સોજી ગયેલા હોઠ સાથે જોવા મળી. વીડિયોમાં તેમની બહેન મજાકમાં પૂછે છે કે તું કંઈ બોલી શકે છે?. આના પર ઉર્ફી હસતા જવાબ આપે છે કે હા!.
હોઠના ફિલર્સ હટાવવાની સર્જરી વખતે બની ઘટના
આ પહેલા ઉર્ફીએ હોઠના ફિલર્સ હટાવવાની સર્જરીનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેનો ચહેરો ધીમે ધીમે ઘણો સોજેલો અને લાલ થતો દેખાયો, જેના પરથી સ્પષ્ટ સમજાય છે કે આ પ્રક્રિયા પીડાદાયક રહી હશે.
નેટિઝન્સ દ્વારા વખાણ વિડીયો પોસ્ટ થતા જ હજારો લાઈક્સ અને વ્યુઝ મળવા લાગ્યા. લોકોએ તેમના આત્મવિશ્વાસના વખાણ પણ કર્યા. એક યુઝરે લખ્યું કે જેવું પણ હોય આવા દેખાવ સાથે બધાની સામે આવવા માટે હિંમત જોઈએ. જ્યારે બીજા એક ફેને કમેન્ટ કરી કે મને પણ જીવનમાં આવો આત્મવિશ્વાસ જોઈએ છે.
કેમ હટાવ્યા લિપ ફિલર્સ
ઉર્ફીએ પોતાના લિપ ફિલર્સ હટાવ્યા એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે છેલ્લા 9 વર્ષથી લિપ ફિલરનો ઉપયોગ કરી રહી હતી. પરંતુ હવે તેમને હટાવવાનો નિર્ણય લીધો છે કારણ કે તેઓ ખોટી જગ્યાએ બેસી ગયા હતા અને ચહેરો અસંતુલિત લાગી રહ્યો હતો.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
