News of Wednesday, 30th July 2025
સામ્રાજ્ય'માં વિજય દેવરકોંડા સાથે ચમકશે ભાગ્યશ્રી બોરસે
‘કોણ છે આ ઉભરતી સ્ટાર?

મુંબઇ તા.૩૦: દક્ષિણના અભિનેતા વિજય દેવરકોંડા ટૂંક સમયમાં તેમની શાનદાર ફિલ્મ ‘સામ્રાજ્ય' સાથે રૂપેરી પડદે પાછા ફરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને જોયા પછી લોકો ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ફિલ્ક આવતી કાલે ૩૧ જુલાઇએ રજુ થશે.
આ ફિલ્મમાં અભિનેતા એક સિક્રેટ એજન્ટની ભૂમિકા ભજવતો જોવા મળશે. ભાગ્યશ્રી બોરસે ‘સામ્રાજ્ય'માં વિજયની સામે જોવા મળશે. જોકે, તેને હજુ સુધી બહુ ખ્યાતિ મળી નથી, પરંતુ આ ફિલ્મ તેની કારકિર્દી માટે ગેમચેન્જર બની શકે છે.
આ ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિનુંનરી દ્વારા કરવામાં આવ્યું છે. ભાગ્યશ્રી આ પહેલા ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ તેણે કોઈ પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી નથી. ભાગ્યશ્રીએ કારકિર્દીની શરૂઆત મોડેલિગથી કરી હતી. ભાગ્યશ્રી મહારાષ્ટ્રના ઔરંગાબાદની રહેવાસી છે. તેણે બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. વર્ષ ૨૦૨૩માં ભાગ્યશ્રીએ ‘યારિયાં ૨'થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.
વર્ષ ૨૦૨૪માં ભાગ્યશ્રી તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર બચ્ચન' માં જોવા મળી હતી, તે જ વર્ષે તે કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન'નો પણ ભાગ હતી. ભાગ્યશ્રી તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર બચ્ચન'માં અભિનેતા રવિ તેજા સાથે જોવા મળી હતી
‘સામ્રાજ્ય' ફિલ્મ વિશે વાત કરીએ તો તે એક પેન ઇન્ડિયા ફિલ્મ છે, જે તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે. તમિલ, તેલુગુમાં આ ફિલ્મ ‘કિગડમ' નામથી રિલીઝ થશે, જ્યારે હિન્દીમાં આ ફિલ્મ ‘સામ્રાજ્ય' નામથી રિલીઝ થશે. (૩૮.૯)
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
