News of Thursday, 21st August 2025
સંજય લીલા ભણસાલી ૨૬ વર્ષ પછી લવ એન્ડ વોર માટે કરશે વિદેશમાં શૂટિંગ

મુંબઇ, તા.૨૧: ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી છેલ્લા ઘણા મહિનાઓથી તેમની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર'નું ડિરેક્શન કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મના મુંબઈ-શેડ્યુલનું શૂટિંગ ચાલી રહ્યું છે અને એ પૂરું થઈ જાય છે પછી નેક્સ્ટ શેડ્યુલ રોમ, ઇટલી અને યુરોપની જગ્યાએ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હકીકતમાં સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મોનું શૂટિંગ ભારતમાં જ કરવાનું પસંદ કરે છે. તેમણે છેલ્લે ૨૬ વર્ષ પહેલાં ‘હમ દિલ દે ચુકે સનમ'નું શૂટિંગ વિદેશમાં કર્યું હતું અને આટલા લાંબા બ્રેક પછી હવે તેમણે ‘લવ ઍન્ડ વૉર' માટે વિદેશની પસંદગી કરી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના ૧૦૦ દિવસનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હજી ૯૦ દિવસ સુધી શૂટિંગ ચાલશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
