News of Friday, 22nd August 2025
અમીષા પટેલ પાસે છે ૪૦૦ મોંઘીદાટ લક્ઝરી બેગ્સનું કલેક્શન
હાલમાં ફારાહ ખાને તેના વ્લોગ માટે અમીષા પટેલના ઘરની મુલાકાત લીધી હતી

મુંબઈ,તા.૨૨: હાલમાં ફારાહ ખાને તેના વ્લોગ માટે અમીષા પટેલના ઘરની મુલાકાત લીધી હતી. આ વ્લોગમાં અમીષાએ જણાવ્યું કે તેની પાસે બેગ્સ, બેલ્ટ અને જૂતાંનું એટલું મોટું કલેક્શન છે કે એના પર ખર્ચેલા પૈસાથી તે મુંબઈમાં એક બીજું પેન્ટહાઉસ ખરીદી શકી હોત. મળતી માહિતી પ્રમાણે અમીષા પાસે લગભગ ૪૦૦ લક્ઝરી બેગ્સનું કલેક્શન છે જેમાં ‘હર્મિસ બર્કિન' જેવી કરોડો રૂપિયાની કીમતી બેગ્સનો સમાવેશ થાય છે. આ બેગ્સ ફેશનની દુનિયામાં સ્ટેટસ સિમ્બોલ ગણાય છે અને એની કિંમત લાખોથી લઈને કરોડો રૂપિયા સુધી હોય છે
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
