હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઋતિક રોશને પોતાની ગર્લફ્રેન્ડને ભાડે આપ્યો એક ફલેટઃ દર મહિને ૭૫ હજાર ભાડું લેશે
ઋતિક રોશનનું આ ઘર જુહૂના વર્સોવા લિંક રોડ પર મન્નત એપાર્ટમેન્ટમાં આવેલું છે. આ સી-ફેસિંગ ઘર છે, જેને નોટિકલ થીમ પર ડિઝાઈન કર્યું છે

મુંબઈ,તા.૨૮: અભિનેતા ઋતિક રોશન અને તેની ૧૧ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, સબા આઝાદે એક સીફેસિંગ એપાર્ટમેન્ટ ભાડે લીધો છે. ખાસ વાત એ છે કે સબાએ બોયફ્રેન્ડ ઋતિક રોશનનું ઘર ભાડે લીધું છે. જેના માટે તે દર મહિને ૭૫ હજાર રુપિયા ભાડું આપશે.
Zapkeyના જણાવ્યા અનુસાર, ઋતિક રોશને ૧૨,૦૦૦ sq. ft અપાર્ટમેન્ટને ગર્લફ્રેન્ડ સબા આઝાદને ભાડે આપ્યો છે. જેનું ભાડું ૭૫ હજાર રુપિયા હશે. આ એક વર્ષની લીઝ રહેશે.
ઋતિક રોશનનું આ ઘર જુહૂના વર્સોવા લિંક રોડ પર મન્નત એપાર્ટમેન્ટમાં આવેલું છે. આ સી-ફેસિંગ ઘર છે, જેને નોટિકલ થીમ પર ડિઝાઈન કર્યું છે. વર્ષ ૨૦૧૮માં આર્કિટેક્ચરલ ડાઈઝેસ્ટ ઈંડિયાના એક રિપોર્ટમાં એક્ટરે આ ઘરની ઝલક દેખાડી હતી, જેમાં કહેવાયું હતું કે, તેને આર્કિટેક્ટ આશીષ શાહે ડિઝાઈન કર્યું હતું.
ઋતિક રોશને ૨૦૨૦માં આ એપાર્ટમેન્ટના ત્રણ ફલોર ખરીદ્યા હતા. ૧૮, ૧૯ અને ૨૦મો ફલોર. આ ફલોર્સની કિંમત લગભગ ૯૭.૫ કરોડ રુપિયા કહેવાઈ હતી.
ઋતિક રોશને વર્ષ ૨૦૨૩માં આ ઘરને રેનોવેટ કરાવ્યું હતું. ત્યારે સમાચાર આવી રહ્યા હતા કે એક્ટર પોતાની ગર્લફ્રેન્ડ સાથે લિવ ઈનમાં રહેશે. પણ હવે ખાલી સબા એકલી તેમાં રહેશે.
ઋતિક રોશને છૂટાછેડા લીધેલા છે. તેની પૂર્વ પત્ની સુઝૈન ખાન છે. બંનેએ વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૧૪માં છૂટાછેડા લઈ લીધા હતા. એક્ટરને બે દીકરા પણ છે. હવે ઋતિક કેટલાય સમયથી સબાને ડેટ કરી રહ્યો છે.(૪૦.૨૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
