તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Friday, 5th September 2025
દીપિકાએ ફંક્શનમાં ધમાકેદાર એન્ટ્રી કરી

પેરિસ,તા.૦૫: દીપિકા પાદુકોણ હાલમાં ફ્રાન્સની લક્ઝરી બ્રેન્ડ લુઇ વિત્તોં દ્વારા પેરિસમાં યોજાયેલી LVMH પ્રાઇઝ સેરેમની ૨૦૨૫ જેવી ઇન્ટરનેશનલ ઇવેન્ટનો ભાગ બની છે. દીપિકાએ આ ફંક્શનમાં ધમાકેદાર એન્ટ્રી કરી અને આ સમયની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. દીપિકાનો આ લુક તેના ફેન્સને બહુ પસંદ પડ્યો છે. આ તસવીર પર પતિ રણવીર સિંહે ‘હોટ મમ્મા' એવી કમેન્ટ કરતાં તેની કમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. દીપિકાએ LVMH પ્રાઇઝ સેરેમની ૨૦૨૫ના સ્ટેજ પર આવીને એક સ્પીચ પણ આપી જેમાં તે ગ્રેસફુલી પોતાના મનની વાત દુનિયા સામે કહેતી જોવા મળી.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
