હોલીવુડ સંગીતકાર રિક દેવીસનું 81 વર્ષે લાંબી બીમારી બાદ નિધન
1969માં રિકે 'સુપરટ્રેમ્પ' બેન્ડ શરૂ કરીને સમગ્ર વિશ્વમાં નામના મેળવી હતી

મુંબઈ: બ્રિટિશ રોક સંગીતની દુનિયામાં એક મોટું નામ રિક ડેવિસ હવે રહ્યા નથી. પ્રખ્યાત બેન્ડ 'સુપરટ્રેમ્પ'ના સહ-સ્થાપક, ગાયક અને કીબોર્ડ પ્લેયર રિક ડેવિસનું 5 સપ્ટેમ્બરના રોજ 81 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મલ્ટીપલ માયલોમા (બ્લડ કેન્સરનો એક પ્રકાર) નામની ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા.તેમનું અમેરિકાના લોંગ આઇલેન્ડ ખાતેના તેમના ઘરે અવસાન થયું.બેન્ડે તેના સત્તાવાર નિવેદનમાં આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી અને ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેમને રિક સાથે 50 વર્ષથી વધુ સમય સુધી કામ કરવાનો લહાવો મળ્યો.બેન્ડે રિકના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેમનું સંગીત હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશેરિક ડેવિસનો જન્મ 1944માં ઇંગ્લેન્ડના સ્વિન્ડનમાં થયો હતો. તેમને બાળપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો અને તેમણે નાની ઉંમરે ડ્રમ્સ અને પિયાનો વગાડવાનું શરૂ કર્યું હતું.1969માં, તેમણે 'સુપરટ્રેમ્પ' બેન્ડ શરૂ કર્યું, જે ટૂંક સમયમાં જ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયું. રોજર હોજસન સાથેની તેમની જોડીએ ઘણા હિટ ગીતો આપ્યા અને બેન્ડનું નામ ખૂબ ઊંચાઈએ પહોંચાડ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
