<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

મનિષ મલ્‍હોત્રાએ નોરા ફતેહી માટે ૧૪૦૦ કલાકની મહેનતથી ચણિયાચોળી બનાવ્‍યા

નોરાએ ૨૦૦ કેરેટના એમેરાલ્‍ડ અને ડાયમંડથી બનેલી બ્રાઇડલ જ્‍વેલરી પહેરી

દુબઇ તા.૧: નોરા ફતેહી ફેશન અને રેમ્‍પ વોકની દુનિયાનો એક જાણીતો ચહેરો છે, આ વખતે તેણે દુબઇમાં મનિષ મલ્‍હોત્રાના બ્રાઇડલ કલેક્‍શનમાં રેમ્‍પ વોક કર્યું હતું. જેમાં તેણે મનિષ મલ્‍હોત્રાના લેટેસ્‍ટ બ્રાઇડલ કલેક્‍શન ઇનાયાના ચણિયાચોળી પહેર્યા હતા. આ મરુન ચણિયાચોળી સાથે તેણે એમેરાલ્‍ડ અને ડાયમંડ જ્‍વેલરી પહેરી હતી.

નોરાએ બારીક એમ્‍બ્રોઇડરીથી ભરચક વેલવેટના ચણિયાચોળી પહેર્યા હતાં, જેને બનતાં લગભ ૧૪૦૦ કલાક થયા હતા. દુબઇના આ શોમાં મનિષ મલ્‍હોત્રાએ ૨૦૨૫-૨૬નું ઇનાયા કલેક્‍શન લોંચ કર્યું હતું, જે જોઈને બધાં જ પ્રભાવિત થયા હતા.

આ અંગે મનિષ મલ્‍હોત્રાએ લખ્‍યું, ‘‘આ ચણિયાચોળીમાં કુદરતી સોંદર્ય અને ફુલોથી પ્રેરિત ભારે એમ્‍બ્રોઇડરી કરવામાં આવી છે, તેમાં ઝરદોસી શૈલીનું સોના અને ચાંદીના તારનું કામ કરવામાં આવ્‍યું છે, તેની સાથે રેશમનના દોરાનો ઉપયોગ કરવામાં આવ્‍યું છે. સાથે જ આ કામમાં સિકવન્‍સ, બીડ્‍ઝ, કટ દાણા અને શીમરનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. તેના કારણે તેમાં ચમક અને ડાયમેન્‍શન ઉમેરાયા છે. ચણિયાની હેમલાઇન બોર્ડર તેને વધુ વૈભવી બનાવે છે, જે મેટલ રેસા અને ક્રિસ્‍ટલ્‍સથી બની છે.''

તેના પારદર્શક નેટના મરુન દુપટ્ટામાં પણ બારીક કામ કરવામાં આવ્‍યું હતું. તેની સાથે નોરાએ ૨૦૦ કેરેટના એમેરાલ્‍ડ અને ડાયમંડથી બનેલી બ્રાઇડલ જ્‍વેલરી પહેરી હતી. આ સમગ્ર લૂક એક દુલ્‍હનના જાજરમાન વ્‍યક્‍તિત્‍વ અને કલાત્‍મકતાના ઉત્‍કૃષ્ટ નમુના સમાન છે. નોરાએ પણ પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ પર આ લૂકની તસવીરો શેર કરીને મનિષ મલ્‍હોત્રાનો આભાર માન્‍યો હતો.

(9:48 AM IST)