<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

કાંતારાની ત્રણ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી: 150 કરોડ ક્લબમાં કર્યો પ્રવેશ

વિશ્વભરમાં 400 કરોડની કમાણી: માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું

નવી દિલ્હી: ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા Chapter 1એ માત્ર ત્રણ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરી છે. ફિલ્મને ખૂબ પોઝિટિવ રિવ્યુ મળ્યા છે અને દર્શકોને તે ખૂબ પસંદ પણ આવી રહી છે. અને તે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ત્રણ દિવસમાં તે 150 કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે.

કંતારાએ 1 ત્રીજા દિવસે 55 કરોડની કમાણી 

બોક્સ ઓફિસ રિપોર્ટ મુજબ ફિલ્મે ત્રીજા દિવસે 55 કરોડની કમાણી કરી છે. જે 150 કરોડ ક્લબમાં પ્રવેશી. ફિલ્મના ત્રીજા દિવસના કલેક્શનના સત્તાવાર આંકડા હજુ સુધી ઉપલબ્ધ નથી. જોકે જો ફિલ્મે ત્રીજા દિવસે 55 કરોડની કમાણી કરી હોય તો અત્યાર સુધી તેનું કુલ કલેક્શન 162.85 કરોડ પર પહોંચી ગયું છે.

 

 

ફિલ્મ વિશે વાત કરીએ તો તે 2022 માં આવેલી ફિલ્મ Kantara ની પ્રિકવલ છે. Kantara એક ઓલટાઇમ બ્લોકબસ્ટર હિટ ફિલ્મ હતી. જેણે વિશ્વભરમાં 400 કરોડની કમાણી કરી હતી. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. Kantaraની સફળતા પછી Kantara Chapter1 રિલીઝ થયું. આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રુક્મિણી વસંત, જયરામ અને ગુલશન દેવૈયા પણ છે.

(12:53 PM IST)