<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

‘કાંતારા' અને બોલિવૂડની આંધી વચ્‍ચે ચણિયા ટોળી'ની પણ રેકોર્ડ બ્રેકિંગ કમાણી

કાંતારાઃ અ લેજન્‍ડ ચેપ્‍ટર-૧ ૨૦૨૫ની અત્‍યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ભાષાની ફિલ્‍મ બની ગઈ છે અને અત્‍યાર સુધી દુનિયાભરમાં બોક્‍સ ઓફિસ પર ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે

મુંબઇ તા.૨૮: દિવાળી ૨૦૨૫ પણ ભારતીય ફિલ્‍મો માટે લાભદાયક સાબિત થઈ રહી છે. કારણ કે બોલિવૂડ સાથે સાઉથની ફિલ્‍મો અને તેના પાછળ પાછળ ગુજરાતી ફિલ્‍મોએ પણ બોક્‍સ ઑફિસ પર જોરદાર કમાણી કરી છે. ‘કાંતારાઃ અ લેજન્‍ડ ચેપ્‍ટર-૧' હોય કે પછી આયુષ્‍માન ખુરાના અને રશ્‍મિકા મંદાનાની ‘થામા' કે ગુજરાતી ફિલ્‍મ ‘ચણિયા ટોળી' તહેવારની સિઝન ફિલ્‍મ બધી ભાષાની ફિલ્‍મો માટે સફળ રહ્યું છે. તો ચાલો જાણીએ આ ફિલ્‍મો વિશે જેણે દિવાળીમાં બોક્‍સ ઓફિસ ગજાવ્‍યું છે

૨ ઓક્‍ટોબર ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી ફિલ્‍મ ‘કાંતારાઃ અ લેજન્‍ડ ચેપ્‍ટર-૧' આગામી ફિલ્‍મ ‘કાંતારા'નો સિક્‍વલ છે. રિષભ શેટ્ટીની આ ફિલ્‍મની દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. ફિલ્‍મીની કાસ્‍ટમાં રિષભ શેટ્ટી (દિગ્‍દર્શક પણ), રુક્‍મિણી વસંત, ગુલશન દેવૈયા, જયરામ અને ગુલશન દેવૈયા જેવા કલાકારોએ કામ કરી છે.

લોકકથા આધારિત આ ફિલ્‍મ એક્‍શન ડ્રામાથી ભરપૂર છે અને ફિલ્‍મ અનેક ભાષાઓમાં દેશ સહિત વિદેશમાં પણ રિલીઝ કરવામાં આવી છે. અહેવાલ મુજબ આ ફિલ્‍મે ભારતમાં માત્ર બે જ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હોવાનું કહેવાય છે, જે ૨૦૨૫ની અત્‍યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ભાષાની ફિલ્‍મ બની ગઈ છે અને અત્‍યાર સુધી દુનિયાભરમાં બોક્‍સ ઑફિસ પર ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. 

આ વર્ષે દિવાળીમાં બોલિવૂડની આ ફિલ્‍મની ખૂબ જ ચર્ચા છે. કારણ કે આ એક હોરર કોમેડી ફિલ્‍મ છે જે ‘સ્‍ત્રી' અને ‘ભેડીયા' યુનિવર્સનો એક ભાગ છે. ૨૧ ઓક્‍ટોબર ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્‍મને આદિત્‍ય સરપોતદાર દ્વારા ડિરેક્‍ટ કરવામાં આવી છે અને તેમાં આયુષ્‍માન ખુરાના, રશ્‍મિકા મંદાના, નવાઝુદ્દીન સિદ્દીકી, પરેશ રાવલ, જેવી કાસ્‍ટ છે.

ફિલ્‍મના બોક્‍સ ઓફિસ કલેક્‍શનની વાત કરીયે તો તેના સંપૂર્ણ આંકડા બાકી છે જોકે અત્‍યાર સુધી ફિલ્‍મ રૂ. ૯૦ કરોડના આંકડાને વટાવીને ૧૦૦ કરોડના ક્‍લબમાં સામેલ થવા માટે એક ફિલ્‍મ સાથે રેસ કરી રહી છે.

આનંદ પંડિત મોશન પિક્‍ચર્સ અને જન્નોક ફિલ્‍મ્‍સ દ્વારા પ્રસ્‍તુત, દિવાળીના શુભ તહેવાર દરમિયાન ૧૨૦૦ થી વધુ સ્‍ક્રીન પર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્‍મ ‘ચણિયા ટોળી‘એ બોક્‍સ ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરીને ગુજરાતી ફિલ્‍મ જગતમાં એક નવો વિક્રમ સ્‍થાપિત કર્યો છે. ફિલ્‍મે ભારત સહિત વિદેશમાં પણ તેના પ્રથમ છ દિવસમાં રૂ. ૧૦.૭૩ કરોડનું ઐતિહાસિક કલેક્‍શન કરીને રેકોર્ડ બનાવ્‍યો.

ફિલ્‍મના મુખ્‍ય કલાકારો યશ સોની, નેત્રી ત્રિવેદી, ચેતન દૈયા, રાગી જાની, અને અન્‍ય કલાકારોનો સમાવેશ થાય છે અને તેને દિગ્‍દર્શકો જય બોડાસ અને પાર્થ ત્રિવેદીએ ડિરેક્‍ટ કરી છે. પ્રાદેશિક પ્રેક્ષકોને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્‍મમાં કોમેડી-ડ્રામાનો ડોઝ છે.  

મિલાપ ઝવેરી દ્વારા દિગ્‍દર્શિત ૨૧ ઓક્‍ટોબર ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી એક રોમેન્‍ટીક ડ્રામા ફિલ્‍મ છે. જેટલું વિચિત્ર ફિલ્‍મનું નામ છે તેટલીજ તેણે લોકપ્રિયતા મેળવી છે એવું સોશિયલ મીડિયા પર જોવ મળી રહ્યું છે. હર્ષવર્ધન રાણે, સોનમ બાજવા જેવી કાસ્‍ટ સાથે આ ફિલ્‍મ ‘થમ્‍મા' સાથે ક્‍લેશ હોવા છતાં બોક્‍સ ઑફિસ પર સારી એવી કમાણી કરી રહી છે. રિપોર્ટ મુજબ ૨૫ કરોડમાં બનેલી ફિલ્‍મે રૂ. ૫૫ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને તે વધી જ રહ્યો છે.

૨ ઓક્‍ટોબર ૨૦૨૫ના રોજ વરુણ ધવન, જાホવી કપૂર, સાન્‍યા મલ્‍હોત્રા, રોહિત સરાફ જેવી સ્‍ટાર કાસ્‍ટ અને શશાંક ખૈતાન દ્વારા દિગ્‍દર્શક ફિલ્‍મ ‘સન્ની સંસ્‍કારી કી તુલસી કુમારી'એ પણ બોક્‍સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. તહેવારોની મોસમ માટે લક્ષિત એક લાઇટ રોમેન્‍ટિક કોમેડિ ફિલ્‍મ, જે ફેમિલી માટે અનુકૂળ મનોરંજન પ્રદાન કરે છે.

તેના બોક્‍સ ઓફિસ આંકડાની વાત કરીએ તો અત્‍યાર સુધીમાં ફિલ્‍મ વિશ્વવ્‍યાપી ૧૦૦ કરોડની કમાણી કરું ચૂકી છે.  

(10:47 AM IST)