<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

‘ધ ફેમિલી મેન ૩'થી લઇને ‘ગુલ્‍લક ૫' લોકપ્રિય સિરીઝ ધુમ મચાવશે

બિજ વોચર્સ માટે આ વર્ષે મજબુત વાર્તા, જાણીતા પાત્રો અને મનોરંજનનો ખજાનો

મુંબઈ,તા.૧૨: ‘ફેમિલી મેન ૩' આવવાની છે, તેની ચર્ચા તો જોર-શોરથી ચાલી રહી છે આ સિવાય પણ ‘ગુલ્‍લક ૫' સહિત એવી અન્‍ય પણ લોકપ્રિય વેબ સિરીઝ છે, આ વર્ષમાં દર્શકો માટે પકડી રાખે તેવી વાર્તાઓ, જાણીતા પાત્રો અને મનોરંજનનો ખજાનો લઇને પાછી ફરી રહી છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, એવી ઘણી વેબ સિરીઝ આ વર્ષે તમારા સ્‍ક્રીમ પર ફરી એક પ્રકરણ સાથે પાછી ફરશે.

શેફાલી શાહ ફરી એક વખત પોતાના મેડમ સરના થ્રિલિગ પાત્રમાં પાછી ફરી રહી છે, તે ફરી એક વખત એક મોટા કેસની તપાસમાં જોડાશે. આ સીઝનમાં ડીએસપી વર્તિકા અને તેમની ટીમ બડી દીદી એટલે કે હુમા કુરેશીની શોધમાં નીકળશે. જે મોટા પાયાના માનવ તસ્‍કરીના કૌભાંડમાં જોડાયેલી છે. આ સીઝન ૧૩ નવેમ્‍બરથી નેટફિલક્‍સ પર આવશે.

શ્રીકાંત તિવારી ફરી એક વખત પ્રિયા મણી સાથે ‘ધ ફેમિલી મેન ૩'માં જોવા મળશે. આ સીઝનના લાંબા સમયથી રાહ જોવાતી હતી. ૨૧ નવેમ્‍બરે એમેઝોન પ્રાઇમ પર આવનારી આ સીઝનમાં શ્રીકાંત પરિવાર સાથે સ્‍પાય તરીકે અનેક જીવ જોખમમાં મુકતો ટ્રેલરમાં જોવા મળે છે. ટ્રેલરમાં જણાવ્‍યા અનુસાર તેની દિકરી કોલેજમાં આવી ગઈ છે, દિકરો બેલે શીખી રહ્યો છે અને શ્રીકાંત આ વખતે નોર્થ ઇસ્‍ટમાં મિશન પર જયદીપ આહલાવતનો સામનો કરશે.

આ સિરીઝ સોની લિવની સૌથી વધુ લોકપ્રિય ફેમિલી સિરીઝમાંની એક છે. હવે તેની પાંચમી સીઝન આવી રહી છે, જે ૨૦૨૬ની શરૂઆતમાં જોવા મળશે. આ સીઝનના ટ્રેલર પરથી અંદાજ આવે છે કે હવે પરિવારનો મોટો દિકરો સંતોષ જૂના અને ઝીર્ણ ઘરને વેંચીને એક ફલેટમાં રહેવા જવાનું નક્કી કરે છે. તેનાથી પરિવારના સમીકરણોમાં પરિવર્તન આવે છે. આ સિરીઝના જમીલ ખાન, ગિતાજલી કુરકર્ણી અને હર્ષ માયર સહીતના કલાકારો ફરી જોવા મળશે, જોકે વૈભવ રાજ ગુપ્તાએ સિરીઝ છોડી દીધી છે, તેના બદલે નવો કલાકાર જોવા મળશે.

પંચાયત એ એમેઝોન પ્રાઇમની સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંની એક છે. ફુલેરા ગામમાં ચૂંટણી પછી આ સીઝનમાં વધુ ડ્રામા જોવા મળશે. સાથે જ આ સીઝનમાં જિતેન્‍દ્ર કુમારની લવસ્‍ટોરી પણ આગળ વધશે એવી તેના ફેન્‍સને આશા છે. સાથે જ નીના ગુપ્તા, રઘુબીર યાદવ સહીતના કલાકારોના પાત્રો પણ હવે શું પ્રગતિ કરે છે, તે જોવાનું છે, જોકે આ સીઝન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.

એમેઝોન પ્રાઇમ પર એક પછી એક ટ્રેન્‍ડિંગ સીઝન આપ્‍યા પછી આ સિરીઝ હવે ફિલ્‍મ તરીકે આવી રહી છે. હાલ તેનું શૂટિગ અંતિમ તબક્કામાં છે. જેમાં સિરીઝના લોકપ્રિય પાત્રો પંકજ ત્રિપાઠી એટલે કે કાલીન ભૈયા , ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલ, ગોલુ ગુપ્તા એટલે કે શ્વેતા ત્રિપાઠી હવે નવી વાર્તા સાથે ફિલ્‍મમાં જોવા મળશે. જોકે, આ વખતે ફિલ્‍મમાં વિક્રાંત મેસ્‍સીના પાત્રમાં જિતેન્‍દ્ર કુમાર જોવા મળશે, એવી ચર્ચા છે

 

(10:18 AM IST)