<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ધુરંધરનો અક્ષય ખન્નાનો વાઇરલ ડાન્‍સ તેના પપ્‍પાએ પાકિસ્‍તાનમાં કરેલાં સ્‍ટેપ્‍સની કોપી

આ ફિલ્‍મમાં અક્ષયનો એન્‍ટ્રી વખતનો ડાન્‍સ લોકોને બહુ પસંદ પડ્‍યો છે

મુંબઇ, તા.૧૧: રણવીર સિંહની ફિલ્‍મ ‘ધુરંધર'માં અક્ષય ખન્નાએ રહમાન ડકૈતના રોલમાં શાનદાર ઍક્‍ટિંગ કરીને બધાનાં દિલ જીતી લીધાં છે. આ ફિલ્‍મમાં અક્ષયનો એન્‍ટ્રી વખતનો ડાન્‍સ લોકોને બહુ પસંદ પડ્‍યો છે. ખાસ વાત તો એ છે કે આ ડાન્‍સ કોઈ કોરિયોગ્રાફર દ્વારા તૈયાર કરાયેલો નથી. અક્ષય ખન્નાએ શૂટિંગ દરમ્‍યાન એ પોતાની રીતે કર્યો હતો અને હવે એ દર્શકોનો ફેવરિટ બની ગયો છે. જોકે સોશ્‍યલ મીડિયામાં ચર્ચા છે કે અક્ષયે ડાન્‍સનાં સ્‍ટેપ્‍સ તેના પપ્‍પા વિનોદ ખન્નાએ ૩૬ વર્ષ પહેલાં પાકિસ્‍તાનમાં લાહોરમાં એક ચૅરિટી-ઇવેન્‍ટમાં કરેલાં ડાન્‍સ-સ્‍ટેપ્‍સની કૉપી છે. સોશ્‍યલ મીડિયામાં વિનોદ ખન્નાના જૂના ડાન્‍સનો વિડિયો વાઇરલ થયો છે જેમાં તેની સાથે કેટલાક પાકિસ્‍તાની ક્રિકેટર્સ પણ જોવા મળ્‍યા છે. અક્ષયે આ ડાન્‍સ-સ્‍ટેપ્‍સને ‘ધુરંધર'માં રિપીટ કર્યાં છે

(3:35 PM IST)