<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાબરમતી સ્ટેશનનો કોઈ માની ન શકે તેવો કાયાકલ્પ થયો છે : નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને રેલવેએ ચરિતાર્થ કર્યું : વર્ષ 2030 સુધીમાં રેલવે ડીઝલ વપરાશ શૂન્ય કરી હુંડિયામણ બચાવશે : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન : 1,542 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત : વડાપ્રધાને સત્તાને સેવાનું માધ્યમ બનાવી દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો : સરકાર ‘ઇકોનોમી અને ઇકોલોજી’ બંનેને સાથે લઈને ચાલે છે: LNG ટ્રેનની શરૂઆત ક્લીન-ગ્રીન એનર્જી તરફ મોટું કદમ : ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસને અનુરૂપ રેલવે માળખાને ભવિષ્યલક્ષી બનાવાયુ : વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ભારતીય રેલવે દેશના પરિવહનની મજબૂત કરોડરજ્જુ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ3:05 PM IST

વિશ્વ પ્રવાસન દિવસે ગિફ્ટ સિટી ખાતે ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ની ઉજવણી:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘ગુજરાત પ્રવાસન વર્ષ’નો લોગો અને ‘ગુજરાત ફિલ્મ શૂટિંગ પરમિશન પોર્ટલ’ લોન્ચ : પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ: ગાંધીનગર ખાતે ‘હાયરોક્સ’ તથા અમદાવાદ ખાતે ‘આયર્નમેન/હાફ-આયર્નમેન’ જેવી વૈશ્વિક ફિટનેસ સ્પર્ધા યોજાશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી :રાજ્યની ટૂરિઝમ ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા માટે સ્પોર્ટ્સ, ટેક્નોલોજી અને કૌશલ્ય તાલીમ ક્ષેત્રે ૦૮ MoU સંપન્ન:ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોમસ્ટે સંચાલકો અને ગાઇડ્સને ‘ટૂરિઝમ ચેમ્પિયન્સ’ તરીકે સન્માનિત કરાયા4:57 PM IST

અશોકજીનું સમગ્ર જીવન રાષ્ટ્ર, સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન માટે સમર્પિત રહ્યુ : કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર અયોધ્યામાં ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણ માટેનો અશોકજીનો સંઘર્ષ-સંકલ્પ આજે સાકાર થયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે આયોજિત અશોકજી સિંઘલની જન્મશતાબ્દી સંગોષ્ઠીમાં સહભાગી : વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ડૉ. સૂરેન્‍દ્ર જૈન, પૂજ્ય સંતો-મહંતો સર્વે પુરુષોત્તમ શાસ્ત્રીજી, ધર્મનંદન કોઠારી મહારાજ, ભગવંતદાસજી, મોહનદાસજી, સતનામસિંહ, ડૉ. ખુશરૂ હોમી ઘડિયાલી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહકાર્યવાહ સુનીલ બોરીસા સહિતના ઉપસ્થિત3:23 PM IST

 કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો : બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ: ૫ હુક્કા અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ૩૩ મહિલાઓ-યુવતીઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાઈ: દારૂ, કોલડ્રિન્ક પીરસનારા 3 પણ પીધેલા હતાં: તાલુકા પોલીસમાં ગુનો દાખલ : .ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા ,હેમેન્દ્રભાઈ વાધિયા, અને કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફની કામગીરી3:36 PM IST