News of Monday, 22nd December 2025
અલ્લુ અર્જુન અને સલમાન ખાન નહીં, નંબર ૧ પર છે સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ :ભલભલા એક્ટર્સનું પત્તુ કાપ્યું
ઓરમેક્સ મીડિયાએ ટોપ ૧૦ મોસ્ટ પોપ્યુલર મેલ સ્ટાર્સનું લિસ્ટ જારી કર્યુ

નવી દિલ્હી, તા.૨૨: દેશભરમાં ટેલેન્ટેડ સિતારાઓની ભરમાર છે, જેમની પોપ્યુલારિટી પણ જોરદાર છે. જો કે આ વચ્ચે ઓરમેક્સ મીડિયાએ ટોપ ૧૦ મોસ્ટ પોપ્યુલર મેલ સ્ટાર્સનું લિસ્ટ જારી કર્યું છે. આ લિસ્ટમાં ટોપ પર સલમાન ખાન અને શાહરુખ ખાન નથી.
દર મહિને મોસ્ટ પોપ્યુલર મેલ ફિલ્મનું સ્ટાર્સ લિસ્ટ આવે છે. ઓરમેક્સ મીડિયાએ નવેમ્બર મહિનાનાં ટોપ ૧૦ સિતારાઓનું લિસ્ટ જારી કર્યું છે. આ મહિનાનાં લિસ્ટમાં પણ પ્રભાસથી લઇને અલ્લુ અર્જુન, શાહરુખ ખાન અને સલમાન ખાન જેવા સિતારાઓ શામેલ છે. તો જાણો ટોપ ૧૦ પોપ્યુલર મેલ સ્ટાર્સનાં લિસ્ટમાં કોણ ટોપ પર છે.
આ લિસ્ટમાં સતત સાઉથનાં સિતારાઓની બોલબાલા રહી છે. છેલ્લાં કેટલાક મહિનાથી એક્ટર પ્રભાસ ટોપ પર રહ્યો છે. આ મંથમાં પણ પ્રભાસ નંબર વન પર છે.
બીજા નંબર પર સાઉથ સ્ટાર થલપતિ વિજય છે. થલપતિ વિજય સતત બીજા નંબર પર આવે છે. આ દિવસોમાં થલપતિ વિજય એની છેલ્લી ફિલ્મ જન નાયકનને લઇને ચર્ચામાં છે.
બોલિવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાન મોસ્ટ પોપ્યુલરનાં લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. શાહરુખ જલદી કિંગ ફિલ્મમાં જોવા મળશે.
પુષ્પા ૨નાં સ્ટાર અલ્લુ અર્જુન આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. આ દિવસોમાં અલ્લુ અર્જુન એની અપકમિંગ ફિલ્મને લઇને ચર્ચામાં છે.
સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ એની અપકમિંગ ફિલ્મ વારાણસીને લઇને ચર્ચામાં છે. આ ટોપ ૧૦ લિસ્ટમાં પાંચમાં સ્થાન પર છે.
હવે વાત મોસ્ટ પોપ્યુલર મેલ સ્ટાર્સનાં છઠ્ઠા નંબરની તો આમાં અજિત કુમારનું નામ શામેલ છે.
સાઉથ સુપર સ્ટાર રામ ચરણ આ લિસ્ટમાં સાતમા નંબર પર છે. આ દિવસોમાં એક્ટર અપકમિંગ મૂવી પેડ્ડીનાં શૂટિંગમાં વ્યસ્ત છે.
જુનિયર એનટીઆર સાઉથ સિનેમાના પોપ્યુલર અને ટેલેન્ટેડ સિતારાઓમાંથી એક છે. છેલ્લી ફિલ્મ દેવરા પાર્ટ ૧માં મોટી સફળતા મેળવી હતી. આ એક્ટર લિસ્ટમાં ૮માં નંબર પર છે.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પવન કલ્યાણની જગ્યા લઇ લીધી છે. ટોપ ૧૦ લિસ્ટમાં સલમાન ખાન નવમા નંબર પર છે. સલમાન ખાન જલદી બેટલ ઓફ ગલવાન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
મોસ્ટ પોપ્યુલર્સ મેલ સ્ટાર્સનાં લિસ્ટમાં પવન કલ્યાણનું નામ પણ શામેલ છે. આ યાદીમાં દસમા નંબર પર છે. પવન કલ્યાણીની છેલ્લી ફિલ્મ દે કોલ હિમ ઓજીએ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડથી પણ વધારે કમાણી કરી હતી
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
