<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

પ્રિયંકા ચોપરાની લાડલી માલતી મેરી પર ચઢ્યો ‘દેશી’ રંગ: ઘાઘરા-ચોલી પહેરીને પોતાને કહે છે ‘ભારતીય રાજકુમારી’, કપિલ શર્માના શોમાં મમ્મીએ ખોલ્યા રહસ્યો!

વિદેશમાં રહેવા છતાં પુત્રીને ભારતીય સંસ્કારોથી જોડી રાખે છે પ્રિયંકા; માલતીને બિંદી, બંગડી અને ઘાઘરાનો છે ભારે ક્રેઝ, અયોધ્યાથી મુંબઈ સુધીની સફરની વાતો કરી શેર

મુંબઈ : ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા જોનાસ ભલે આજે સાત સમુદ્ર પાર અમેરિકામાં સ્થાયી થઈ હોય, પરંતુ તેનું દિલ આજે પણ શુદ્ધ ‘દેશી’ છે. તાજેતરમાં ‘ધી ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં મહેમાન બનેલી પ્રિયંકાએ તેની પુત્રી માલતી મેરી વિશે કેટલીક એવી વાતો શેર કરી છે જે સાંભળીને કોઈપણ ભારતીયનું દિલ ગદગદ થઈ જાય. પ્રિયંકાએ ખુલાસો કર્યો કે તેની નાની પુત્રી માલતીને ભારતીય પરંપરાગત પોશાક પ્રત્યે અત્યંત લગાવ છે.
ઘાઘરા-ચોલી અને ‘ભારતીય રાજકુમારી’
શો દરમિયાન જ્યારે અર્ચના પૂરણ સિંહે પૂછ્યું કે શું માલતી ભારતની સંસ્કૃતિને મિસ કરે છે? ત્યારે પ્રિયંકાએ ગર્વ સાથે કહ્યું કે, "જ્યારે પણ માલતી ઘાઘરા-ચોલી પહેરે છે, ત્યારે તે અરીસામાં જોઈને હરખાય છે અને પોતાને ‘ભારતીય રાજકુમારી’ (Indian Princess) કહે છે. તેને ઘાઘરાની સાથે બિંદી અને બંગડીઓ પહેરવી ખૂબ ગમે છે. હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે તેના માટે ખાસ બંગડીઓ અને પરંપરાગત ઘરેણાં ખરીદવાનું ભૂલતી નથી."
ભારતના ખૂણેખૂણાની કરાવી છે સફર
માલતી તેના ભારતીય વારસાથી અજાણ ન રહે તે માટે પ્રિયંકા તેને અવારનવાર ભારત લાવતી રહે છે. પ્રિયંકાએ જણાવ્યું કે માલતી તેની સાથે હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને અયોધ્યા પણ ગઈ છે. પ્રિયંકા ઈચ્છે છે કે તેની પુત્રી ભલે ગમે ત્યાં ઉછરે, પણ તેની જડો ભારત સાથે જોડાયેલી રહે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિક જોનાસે ૨૦૨૨માં સરોગસી દ્વારા માલતીનું સ્વાગત કર્યું હતું.
રાજામૌલીની ફિલ્મ સાથે બોલિવૂડમાં વાપસી
વ્યક્તિગત વાતોની સાથે પ્રિયંકાએ તેની પ્રોફેશનલ લાઈફ વિશે પણ અપડેટ આપી હતી. તે ટૂંક સમયમાં દિગ્ગજ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ દ્વારા બોલિવૂડમાં ધમાકેદાર વાપસી કરી રહી છે. આ ફિલ્મમાં તે મહેશ બાબુ સાથે જોવા મળશે અને તેના માટે તે તેલુગુ સંવાદો પોતે ડબ કરવા સખત પ્રેક્ટિસ કરી રહી છે. આ સાયન્સ-ફિકશન ફિલ્મમાં તેના પાત્રનું નામ ‘મંદાકિની’ હશે તેવી ચર્ચા છે.
કપિલ શર્માના શોમાં પ્રિયંકાએ નિક જોનાસના ‘નિકી’ અને ‘નિકવા’ જેવા દેશી ટોચના નામો પણ જાહેર કર્યા હતા, જે સાંભળીને દર્શકો હસી-હસીને લોટપોટ થઈ ગયા હતા.

(11:00 PM IST)