<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદ અને સુરતમાં 8,000 લોકો પાસે હથિયારના લાઇસન્સ, સુખી સંપન્ન લોકોને પોલીસ તંત્ર પર ભરોસો નથી : પોલીસનો ઉપયોગ ફક્ત "આમ આદમી પાર્ટી"ના નેતાઓને પકડવા અને દબાવવા માટે થાય છે : અમે કોઈ એસપી કે આઈજીની ધાક ધમકીથી ડરવાના નથી: ગોપાલ ઇટાલીયા : સુરેન્દ્રનગરના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ"આપ" અને કોળી સમાજના આગેવાનને ચેમ્બરમાં બોલાવીને લાફા માર્યા : અમારા જાહેર થયેલા ઉમેદવારોને પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે : પોલીસ અમારા ઉમેદવારોને ખોટી FIR કરવાની ધમકી આપે છે : પ્રજાને બુટલેગરો અને ગુંડાઓના હવાલે કરીને પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાછળ પડી છે : વિસાવદર ના આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ભાજપ સરકાર ઉપર પ્રહારો4:35 PM IST

માધવપુર મેળાનું ભુપેન્‍દ્રભાઇ પટેલ અને હર્ષભાઇ સંઘવીના હસ્‍તે કાલે ઉદ્‌ઘાટન : માધવપુરના મેળામાં સાંસ્‍કૃતિક એકતાઃ ઉતર-પુર્વ રાજયોના અને ગુજરાતના કુલ પ૪૦ કલાકારો પોતાની કલા રજુ કરશે : ભગવાન શ્રીકૃષ્‍ણ અને રૂકમણીજીના લગ્ન પ્રસંગની યાદમાં પરંપરાગત મેળોઃ મેળાના ઉદઘાટન સમારંભમાં પધારવા કેન્‍દ્ર અને રાજયોના મંત્રીશ્રીઓ તેમજ ઉતર-પુર્વ રાજયોના રાજયપાલ-મુખ્‍યમંત્રીઓને આમંત્રણ : માધવપુરના મેળા સુધી પહોંચવા માટે પોરબંદરથી ૩પ એસટી બસોની સુવિધા : માધવપુરના લોકમેળામાં કોળી સમાજની વાડીમાં વિનામુલ્‍યે ભોજન અને આશરો : લોકમેળા મેદાનમાં ટ્રાફીક પ્રશ્ન નિવારવા એન્‍ટ્રી અને એકઝીટના અલગ -અલગ : માધવપુરના મેળામાં ઉતર-પુર્વ રાજયોની હસ્‍તકલા નિહાળવા લોકોને તકઃ કુલ ૧૬૦ સ્‍ટોલની ફાળવણી : લોકોને શાંતિપુર્ણ અને ઉત્‍સાહભેર મેળાનો આનંદ માણવા જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીની અપીલ11:49 AM IST

કણકણમાં બિરાજતા રામઃ શ્રી રામનવમી પર્વે જન જાગૃતિ અભિયાન મંચ દ્વારા રામરાજ્‍ય અને રામાયણની અલૌકિક ઝાંખી : ઋષિ વાલ્‍મીકિ અને નારદ મુનિના સંવાદથી શરૂ થતી ૫૦૦૦ વર્ષ જૂની પાવન ગાથાઃ દેશ-વિદેશમાં ૩૫૦થી વધુ રામાયણો વિદ્યમાન : રામ = ઈશ્વર, ઈશ્વર = રહેલો આત્‍મા જાણે છે. રામ રાજ્‍યમાં સૌ દંભરહિત છે. સૌ નરનારી ઉદાર છે. સૌ પરોપકારી છે સૌ સત્‍ય અને અહિસા, શુભ શું અશુભ શુ તે દરેક વ્‍યક્‍તિના હદયમાં સદાચારી છે, કોઈ કોઈના પ્રત્‍યે વેર રાખતું નથી, કપટ કોઈનામાં નથીઃ રામાયણ ૫૦૦૦ થી વધુ વર્ષે પ્રજાના હદયમાં વસેલું ધાર્મિક મહાગ્રંથ છે તેના મુળ રચિત શ્રી મહર્ષિ વાલ્‍મીકી ગણાય છે. આ જ તો દેશમાં અને વિદેશમાં ૩૫૦ થી વધુ રામાયણો જોવા મળે છેઃ શ્રી વાલ્‍મીકીએ લખેલી રામાયણમાં ૧૨૦૦૦ થી વધુ શ્‍લોકો અને ૭ કાંડ આવેલા છે શ્રી તુલસીદાસ રચીત રામ ચરીત માનસ પણ ધમેપ્રીય પ્રજામાં પ્રીય છેઃ રામરાજય શ્રી રામ લંકા યુધ્‍ધમાં રાવણનો વધ કરી અયોધ્‍યા પરત આવ્‍યા બાદ ગાદીપતિ બની જે રાજય વ્‍યવસ્‍થા સ્‍થાપેલી તેને રામ રાજય ગણવામાં આવેલ છેઃ શ્રી રામ, રામાયણ અને રામ રાજય અંગે દેશના પ્રસિધ્‍ધ લેખકો, સંતો અને મહા પુરૂષોએ આ અંગે તેમના વિચારો માન્‍યતાઓ લખાણ સ્‍વરૂપે અને ભાષણમાં રજુ કરેલ છે તેમાંથી સ્‍વામી વિવેકાનંદ, વિનોબા ભાવે, પૂ. ગાંધીજી અને શ્રી રાજ ગોપાલ ચારી ના આ મંતવ્‍યો છે.4:15 PM IST

રાધે રાધેનો નાદઃ કાલે યાદગાર પોથીયાત્રા નિકળશે : પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને યોજાનાર જાજરમાન ભાગવત સપ્તાહનો કાલથી શુભ પ્રારંભ : સાંજે ૪:૩૦ વાગ્‍યે જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી નિકળીને શોભાયાત્રા અદ્યતન સાઉન્‍ડ સીસ્‍ટમ ધરાવતા ડીજેના સથવારે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ પહોંચશેઃ પવિત્ર પોથીજીને વાજતે-ગાજતે વ્‍યાસપીઠ સુધી લઇ જવાશેઃ પોથીયાત્રામાં બાઇક રેલીરૂપે સેંકડો બાઇક ઉપરાંત વિન્‍ટેજ કાર, મર્સીડીસ, ઓડી, બીએમડબલ્‍યુ, મારૂતી, હ્યુનડાઇ સહિતની ગાડીઓનો વિશાળ કાફલો, રથ, બાગી, ઘોડાગાડી સહિતના આકર્ષણો જમાવટ કરશેઃ મહિલા મંડળો- સભ્‍યો ટ્રેડીશનલ ડ્રેસમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશેઃ સમગ્ર રાધે રાધે પરિવાર અને તથાસ્‍તુ વિદ્યાપીઠ પરિવાર તથા મુખ્‍ય મનોરથીઓ રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિતના મનોરથીઓ દ્વારા ભવ્‍ય શોભાયાત્રામાં જોડાવવા જાહેર નિમંત્રણઃ શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી11:28 AM IST