<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

કાર્તિકની ૯૦ કરોડમાં બનેલી ફિલ્‍મની કમાણી માત્ર રૂ. ૧૮ કરોડ

કાર્તિક આર્યને ફિલ્‍મ માટે ૫૦ કરોડ ફી લીધી : તું મેરી મૈં તેરામાં કરણ જોહર, કાર્તિક, અનન્‍યા બધાએ સાથે મળીને નરી વેઠ ઉતારી

મુંબઈ,તા.૨૯: એકાદ-બે ફિલ્‍મ અચાનક ચાલી જતાં પોતાની જાતને બહુ મોટો સ્‍ટાર માનવા બેઠેલા કાર્તિક આર્યનની લેટેસ્‍ટ ફિલ્‍મ 'તુ મેરી મૈ તેરા, મૈ તેરી મેરી' ટિકિટબારી પર પાણી માંગવા પણ નથી રહી. આશરે ૯૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્‍મ પહેલા ટ્ટ વીક એન્‍ડમાં ફક્‍ત ૧૮ કરોડ કમાઈ શકી છે.  તેમાંથી પણ મોટોભાગ તો પ્રોડ્‍યૂસર કરણ જોહરે પોતાની ચાલબાજી પ્રમાણે ટ્ટ કરાવેલાં કોર્પોરેટ બૂકિગનો જ હોવાનું કહેવાય છે.

આ ફિલ્‍મ માટે કાર્તિક આર્યને ૫૦ કરોડની ફી લીધી હોવાની વાત માર્કેટમાં ચાલે છે. આ હિસાબે કાર્તિકની ફીની અડધી રકમ પણ ફિલ્‍મ કાઢી શકી નથી. કાર્તિકના ચાહકો એવો બચાવ કરે છે કે એ તો હાલ 'ધુરંધર' ફિલ્‍મ બહુ ચાલી નીકળી છે એટલે આ ફિલ્‍મને અસર થઈ છે. જોકે, મોટાભાગના સમીક્ષકોએ આ /ફિલ્‍મને તદ્દન વાહિયાત અને બેકાર હોવાનું કહી વખોડી કાઢી છે. પ્રોડ્‍યૂસર તરીકે કરણ જોહર અને કલાકારો તરીકે કાર્તિક આર્યન, અનન્‍યા પાંડે સૌએ સાથે મળીને વેઠ જ ઉતારી છે. કરણ જોહરે તેની આદત મુજબ 'સાત સમુંદર પાર' જેવાં જૂનાં હિટ ગૌતને આ ફિલ્‍મમાં રિક્રિએટ કરવાનાં રુપાળાં નામે ઉઠાવ્‍યું છે પરંતુ આ પ્રયુક્‍તિ પણ કારગાર નિવડી નથી

(10:12 AM IST)