<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

‘ધુરંધર' ફિલ્‍મને નફામાં ૯૦ કરોડની નુકસાની

ફિલ્‍મ જો મધ્‍ય પૂર્વમાં રિલિઝ થઈ હોત તો ૯૦ કરોડની કમાણી કરી : મધ્‍ય પૂર્વમાં ફિલ્‍મ ઉપર મૂકાયો છે પ્રતિબંધ

મુંબઈ, તા.૩૧: રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ અભિનીત ફિલ્‍મ ધૂરંધર થિયેટરોમાં સતત પ્રભાવશાળી કમાણી કરી રહી છે અને બોક્‍સ ઓફિસના મોટા રેકોર્ડ તોડી રહી છે. અત્‍યાર સુધીમાં, ધૂરંધરએ વૈશ્વિક બોક્‍સ ઓફિસ પર રૂ.૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરી છે, જેનાથી વેપાર પંડિતો અને નિર્માતાઓ ખુશ છે. જો ટ્રેડ વર્તુળોના તાજેતરના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્‍મ ધૂરંધર થિયેટરોમાં રૂ.૯૦ કરોડ વધુ કમાણી કરી શકી હોત જો તેને મધ્‍ય પૂર્વના દેશોમાં પ્રતિબંધિત ન કરવામાં આવી હોત. ધૂરંધરના વિદેશી વિતરક પ્રણવ કાપડિયાએ મીડિયા સાથે વાત કરતા માહિતી આપી હતી કે જો ધૂરંધર મધ્‍ય પૂર્વમાં રિલીઝ થઈ હોત, તો આંકડા વધુ સારા હોત.

પ્રણવ કાપડિયાએ કહ્યું, મારું માનવું છે કે જો ધુરંધર મધ્‍ય પૂર્વમાં રિલીઝ થઈ હોત, તો રણવીર સિંહની ફિલ્‍મ વધુ મોટી હિટ હોત. મારી ગણતરીઓ સૂચવે છે કે જો ધુરંધર ફિલ્‍મ મધ્‍ય પૂર્વમાં રિલીઝ થઈ હોત તો તેની કમાણીમાં આશરે ૯૦ કરોડ રૂપિયાનો વધારો થયો હોત. જોકે, હું એમ પણ માનું છું કે આપણે દરેક દેશના નિયમો અને કાયદાઓનું સન્‍માન કરવું જોઈએ. કોઈપણ દેશના નિયમો અને કાયદાઓ વિચારપૂર્વક બનાવવામાં આવે છે.

પ્રણવ કાપડિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે જો ધુરંધરને મધ્‍ય પૂર્વમાં રિલીઝ ન મળી હોત, તો નિર્માતાઓએ અન્‍ય દેશોમાં દર્શકો શોધવા જોઈતા હતા, કારણ કે તેની વાર્તા સારી છે અને સારા સિનેમાનો આનંદ માણનારા દર્શકો ચોક્કસપણે ધુરંધરને જોશે. પ્રણવના નિવેદનથી ખ્‍યાલ આવે છે કે જ્‍યારે ધુરંધર આવતા વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે.

(3:05 PM IST)