<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

સુનીલ ગ્રોવર ગોળ રોટલી બનાવવામાં એક્‍સપર્ટ

મુંબઇ તા.૧૭: કોમેડિયન સુનીલ ગ્રોવરે હાલમાં પોતાના સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો પોસ્‍ટ કર્યો છે, જેમાં તે જમીન પર બેસીને દેશી અંદાજમાં ચૂલા પર રોટલી બનાવતો જોવા મળે છે. આ વિડિયોમાં સુનીલ માથા પર ટોપી પહેરીને જમીન પર બેઠો છે અને બાજુમાં ચૂલો સળગી રહ્યો છે. સુનીલ બહુ શાંતિથી ચૂલા પર રોટલી શેકી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે તે જે રોટલી બનાવી રહ્યો છે એ એકદમ ગોળ અને પર્ફેક્‍ટ હતી. સુનીલની આવી રોટલીઓ જોઈને ફેન્‍સ તેને માટે ગર્વ અનુભવી રહ્યા છે.

 

(1:35 PM IST)