<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

'અનુપમા'ની લાડલી રાહી ખરેખર પરણી ગઈ? આદ્રિજા રોયે સગાઈ કરી ચાહકોને આપ્યું મોટું સરપ્રાઈઝ!

લાલ કાંચીવરમ સાડીમાં સજ્જ આદ્રિજાએ વિગુનેશ સાથેની રોમેન્ટિક તસવીરો કરી શેર; ઈન્સ્ટાગ્રામ પર શરૂ થયેલી લવ સ્ટોરી પહોંચી લગ્ન સુધી

મુંબઈ, તા. 28 : ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ "અનુપમા" માં રાહીના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બનેલી સુંદર અભિનેત્રી આદ્રિજા રોયે તેના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી દીધી છે. આદ્રિજાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિગુનેશ ઐયર સાથે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે સગાઈ કરી લીધી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ પવિત્ર બંધનની ઝલક શેર કરતા જ ચાહકો અને ટેલિવિઝન જગતના કલાકારો તરફથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે.
પરંપરાગત લુકમાં મલકાઈ આદ્રિજા
પોતાની સગાઈ માટે આદ્રિજાએ બંગાળી અને દક્ષિણ ભારતીય શૈલીના મિશ્રણ સમાન લુક પસંદ કર્યો હતો. તેણે લાલ રંગની સુંદર કાંચીવરમ સાડી પહેરી હતી, જ્યારે વિગુનેશ વાદળી કુર્તા અને સફેદ ધોતીમાં હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમની તસવીરો શેર કરતા આદ્રિજાએ ભાવુક પોસ્ટ લખી છે કે, "એક સાદા 'હેલો' થી શરૂ થયેલી વાત હવે પવિત્ર બંધનમાં ફેરવાઈ ગઈ છે."
પાર્ટીમાં મુલાકાત અને પછી પ્રેમની સફર
આદ્રિજા અને વિગુનેશની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. બંનેની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી, જે બાદ ઈન્સ્ટાગ્રામ પર વાતોનો સિલસિલો શરૂ થયો. ધીમે-ધીમે બંનેની મૈત્રી પ્રેમમાં બદલાઈ અને જ્યારે તેમને લાગ્યું કે તેમનું વ્યક્તિત્વ એકબીજા માટે જ બન્યું છે, ત્યારે તેમણે આ સંબંધને સત્તાવાર નામ આપવાનું નક્કી કર્યું. જોકે, લગ્ન ક્યારે થશે તે અંગે હજુ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સથી એક્ટિંગ સુધીની સફર
બહુ ઓછા લોકો જાણે છે કે આદ્રિજા રોય અભિનેત્રી બનતા પહેલા રાષ્ટ્રીય સ્તરની રમતવીર (Athlete) પણ રહી ચૂકી છે. તેણે બંગાળી સીરિયલ્સથી શરૂઆત કર્યા બાદ હિન્દી ટેલિવિઝનમાં 'ઈમલી' અને 'કુંડલી ભાગ્ય' જેવી હિટ સીરિયલ્સમાં કામ કર્યું છે. હાલમાં તે 'અનુપમા' સીરિયલમાં રાહીના પાત્રથી દર્શકોના દિલ જીતી રહી છે.

(5:51 PM IST)