<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

બોર્ડર 3માં પાકિસ્તાનની ધરતી પર ગુંજશે હિન્દુસ્તાનનો જયઘોષ: શું સની પાજીની જગ્યા લેશે આ યુવા સુપરસ્ટાર?

'બોર્ડર 2' ની સુનામી બાદ મેકર્સે ત્રીજા ભાગની કરી સત્તાવાર જાહેરાત; વરુણ ધવન બાદ હવે વિકી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની જોરદાર ચર્ચા!

મુંબઈ: બોલિવૂડના 'એક્શન કિંગ' સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર આઠ દિવસમાં વિશ્વભરમાં ₹323 કરોડનો આંકડો વટાવી ચૂકેલી આ ફિલ્મ બાદ હવે ચાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મની જબરદસ્ત સફળતા જોઈને નિર્માતાઓએ હવે 'બોર્ડર 3' બનાવવાની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. જોકે, આ વખતે ચર્ચા એ છે કે શંે સની પાજી પોતે કમાન્ડ સંભાળશે કે કોઈ નવો ચેહરો તેમની જગ્યા લેશે?
સની દેઓલનું સ્થાન કોણ લેશે?
સની દેઓલ અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના છે, અને આર્મી એક્શન ફિલ્મમાં શારીરિક ક્ષમતા ખૂબ જરૂરી હોય છે. અહેવાલો મુજબ, જો સની દેઓલ આગામી ભાગ માટે સહમત ન થાય, તો નિર્માતાઓ તેમના સ્થાને વિકી કૌશલ પર દાવ લગાવી શકે છે. વિકી કૌશલે અગાઉ 'ઉરી' જેવી ફિલ્મોમાં આર્મી ઓફિસર તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી છે, જે તેને સની પાજીનો શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.
સ્ટાર કાસ્ટમાં નવા ધડાકા
•    વરુણ ધવન: 'બોર્ડર 2'માં મેજર હોશિયાર સિંહ દહિયા તરીકે શાનદાર પ્રદર્શન કર્યા બાદ વરુણ ધવન 'બોર્ડર 3'માં પણ પાકિસ્તાનની સામે મોરચો સંભાળતો જોવા મળે તેવી પૂરી શક્યતા છે.
•    સિદ્ધાર્થ મલ્હોત્રા: 'શેરશાહ'માં વિક્રમ બત્રાના પાત્રથી લોકોના દિલ જીતનાર સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ આ યુદ્ધ ફિલ્મમાં સામેલ કરવાની માંગ ચાહકો કરી રહ્યા છે.
ભારતીય સિનેમાની સૌથી મોટી વોર ફ્રેન્ચાઈઝી
નિર્માતાઓ 'બોર્ડર'ને ભારતની સૌથી મોટી વોર મુવી ફ્રેન્ચાઈઝી બનાવવા માંગે છે. 'બોર્ડર 2'ના પ્રભાવશાળી કલેક્શન (ભારતમાં ₹235 કરોડ) એ સાબિત કરી દીધું છે કે દેશભક્તિની ફિલ્મો માટે દર્શકોમાં આજે પણ તેટલો જ ક્રેઝ છે. 'બોર્ડર 3' માં પણ એ જ અંદાજમાં પાકિસ્તાનની સરહદ પર ભારતીય સેનાનું પરાક્રમ બતાવવામાં આવશે.

(11:34 PM IST)