News of Tuesday, 10th February 2026
બોલિવૂડમાં 'ચિચી'નો ચરખો: ગોવિંદાએ કરણ જોહરને આપી ખુલ્લી ધમકી, કહ્યું- "જો તે મને મળશે, તો રજનીકાંત જેવો પ્રસાદ આપીશ!"
ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' ને લઈને સુપરસ્ટાર લાલઘૂમ; કરણ જોહર પર અંગત જીવન અને લગ્નને ફિલ્મના પડદે વેચવાનો લગાવ્યો ગંભીર આરોપ - "મારા નામનો દુરુપયોગ સહન નહીં કરાય"

મુંબઈ : બોલિવૂડના ડાન્સિંગ લેજન્ડ ગોવિંદા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર વચ્ચેનો વર્ષો જૂનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. તાજેતરમાં આપેલા એક વિસ્ફોટક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ કરણ જોહર પર આકરા પ્રહારો કર્યા છે. ગોવિંદાએ દાવો કર્યો છે કે ૨૦૨૨માં આવેલી કરણ જોહરની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' વાસ્તવમાં તેમના અંગત જીવન અને ભૂતકાળના લગ્નજીવનના વિવાદો પર આધારિત હતી, જે તેમને બિલકુલ પસંદ આવ્યું નથી.
ગોવિંદાનો ગુસ્સો એટલી હદે હતો કે તેમણે કરણ જોહરને ધમકીભર્યા સૂરમાં કહ્યું કે, "જો હું તેને ક્યારેય મળીશ, તો હું તેને રજનીકાંત જેવો 'પ્રસાદ' આપીશ." ગોવિંદાના આ નિવેદને બી-ટાઉનમાં હલચલ મચાવી દીધી છે. લોકો હવે એ વિચારી રહ્યા છે કે શું આ ધમકી પાછળ કોઈ જૂની અદાવત છે કે પછી માત્ર ફિલ્મના નામ અને વાર્તાને લઈને ઊભો થયેલો આક્રોશ.
"મારા નામ પર ફિલ્મ બનાવી અને મારી જ બદનામી કરી"
ઇન્ટરવ્યુ દરમિયાન ગોવિંદાએ કહ્યું હતું કે, "કોઈએ મારા નામ 'ગોવિંદા નામ મેરા' પર આધારિત ફિલ્મ બનાવી અને તે કરણ જોહર જ હતો. ફિલ્મની વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે પતિ-પત્ની ગર્લફ્રેન્ડને કારણે ઝઘડે છે અને એકબીજા પર શંકા કરે છે. કોઈના પર્સનલ લાઈફના કિસ્સાઓને બળજબરીથી ફિલ્મમાં લાવવાનો આ પ્રયાસ અત્યંત નિંદનીય છે." ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે તેમના નામનો ઉપયોગ કરીને તેમની જ ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી છે.
જૂનો વિવાદ અને નવી આગ
ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને કરણ જોહર વચ્ચે અગાઉ પણ શીતયુદ્ધ જોવા મળ્યું છે. અગાઉ જ્યારે ગોવિંદાની ફિલ્મ 'આ ગયા હીરો' રિલીઝ થઈ રહી હતી, ત્યારે કરણ જોહરની કોઈ ફિલ્મના ક્લેશને લઈને પણ વિવાદ થયો હતો. ગોવિંદાએ અગાઉ પણ કરણને 'ખતરનાક' કહ્યા હતા. હવે આ નવા નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કરણ જોહર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ મુદ્દો અત્યંત ગરમાયો છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
