News of Friday, 6th March 2026
જાહન્વી કપૂરને ભગવાનમાં છે બહુ શ્રદ્ધા : બર્થડેના દિવસે ઉઘાડા પગે ચાલીને પહોંચી તિરુમાલાઃ વીડિયો થયો વાયરલ
જાહન્વી કપૂરે ખૂબ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે : આજે એક્ટ્રેસ ૨૯મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે

તિરુપતિ, તા.૬: જાહન્વી કપૂર તેનો ૨૯મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસની શરૂઆત એક્ટ્રેસે મંદિરથી કરી છે. બર્થડેના દિવસે એક્ટ્રેસ તિરુમાલા પહોંચી છે. પોતાની ઈચ્છા પૂરી કરવા જાન્હવી કપૂર અલીપિરીથી ઉઘાડા પગે ચાલીને તિરુમાલા પહોંચી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ખાસ દિવસે ફેન્સે એક્ટ્રેસને અલગ અંદાજમાં બર્થડે વિશ કરી રહ્યા છે. આમ, તમને જણાવી દઈએ કે જાહન્વી કપૂરનો જન્મ મુંબઈમાં શ્રીદેવી અને બોની કપૂરના પરિવારમાં થયો છે. આ કપલની મોટી દીકરી છે, જ્યારે નાની દીકરીનું નામ ખુશી કપૂર છે.
શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહન્વી કપૂરે વર્ષ ૨૦૧૮માં ઁધડકઁ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ એક્ટ્રેસે અનેક હિટ ફિલ્મો આપી છે. એક્ટ્રેસની હોમબાઉન્ડ ફિલ્મ ઓસ્કરમાં પણ પહોંચી હતી. જાહન્વી કપૂર બોલિવૂડના એ સિતારાઓમાંથી એક છે જે પૂજાપ્રપાઠમાં વધારે વિશ્વાસ રાખે છે. આ પહેલાં પણ જાહન્વી કપૂર અનેક વાર ફેમિલી અને બોયફ્રેન્ડની સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં જોવા મળી હતી.
થોડાં સમય પહેલાં જાહન્વી કપૂરની શિખર પહાડિયા સાથે ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. જાહન્વીએ હોટરફ્લાયને આપેલા ઇન્ટરવ્યૂમાં પહેલીવાર પોતાની અંગત વાત વિશે કહ્યું હતુ. જાહન્વીએ જણાવ્યું હતુ કે, જ્યારે હું નાની હતી ત્યારે પિરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગનો સામનો કરવો પડ્યો હતો અને આની રોમેન્ટિક સંબંધો પર શું અસર પડી હતી. જે લોકો જાણતા નથી એમને જણાવી દઈએ કે, જાહન્વી કપૂર પહેલાં પણ શિખર પહાડિયાને ડેટ કરી ચૂકી છે. પરંતુ થોડા સમય પછી બ્રેકઅપ થઈ ગયું હતું. જો કે આ વાતને લઇને કોઇ ઓફિશિયલી નિવેદન સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, જાહન્વી કપૂરનું ફેન ફોલોઇંગ ખૂબ મોટું છે. આ સાથે એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ અવારનવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. એક્ટ્રેસના વીડિયો અને તસવીરો મિનિટોમાં આગની જેમ વાયરલ થઈ જાય છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
