News of Tuesday, 17th March 2026
સલમાનની ફિલ્મ, ‘બેટલ ઓફ ગલવાન'નું બદલાયું નામ હવે ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ' રાખવામાં આવ્યું
નવા નામ સાથે આવતા મહિને ૧૭ એપ્રિલે રિલીઝ થશે દિગ્દર્શક અપૂર્વ લાખિયાની ફિલ્મ

મુંબઈ,તા.૧૭: સલમાન ખાન ની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મના ‘માતૃભૂમિ‘ ગીતને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આ ગીતની બહોળા પ્રમાણમાં પ્રશંસા થઈ રહી છે. એક તરફ ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે ત્યારે સલમાન ખાનની ફિલ્મ અંગે એક મોટા સમાચાર આવ્યા છે. અભિનેતાની ફિલ્મનું શીર્ષક બદલવામાં આવ્યું છે. ‘બેટલ ઓફ ગલવાન‘નું નામ બદલીને ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ‘ રાખવામાં આવ્યું છે.
ગલવાન ખીણની ઘટના ભારતીય બહાદુરી અને બલિદાનના એક પ્રકરણ તરીકે ઉભરી છે જેને દરેક ભારતીય ગર્વથી યાદ કરે છે. સલમાન ખાનની ફિલ્મ આ બાબત પર જ આધારિત છે. જોકે, ફિલ્મ નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ કોઈ એક ચોક્કસ ઘટનાનું સીધું ચિત્રણ નહીં હોય; તેના બદલે, તે દેશભક્તિ, બલિદાન અને માનવતા જેવા વ્યાપક વિષયોની આસપાસ બનાવવામાં આવી રહી છે. આ દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવવા માટે, ફિલ્મ માટે એક નવું શીર્ષક પસંદ કરવામાં આવ્યું છે - જે યુદ્ધને બદલે શાંતિનો સંદેશ આપે છે.
૧૬ માર્ચે સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું. આ પોસ્ટરની સાથે ફિલ્મનું નવું શીર્ષક પણ જાહેર કરવામાં આવ્યું. આ શીર્ષક ફિલ્મના પહેલા ગીત સાથે જોડાયેલું છે. હકીકતમાં, ફિલ્મનું શીર્ષક હવે ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ‘ છે.
ફિલ્મનું નવું શીર્ષક - તેની ટેગલાઇન, મે વોર રેસ્ટ ઇન પીસ સાથે - સૂચવે છે કે તેનો ઉદ્દેશ્ય ફક્ત યુદ્ધ દર્શાવવા પૂરતો મર્યાદિત નથી. વધુમાં, ફિલ્મ એ સંદેશ આપવાનો પ્રયાસ કરે છે કે યુદ્ધનો અંત આવ્યા પછી જ માનવતાનું અસ્તિત્વ સુરક્ષિત થઈ શકે છે.
‘બેટલ ઓફ ગલવાન' ફિલ્મ જે હવે ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ‘ તરીકે ઓળખાશે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૦ માં ગલવાન ખીણમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં નિઃશષ સૈનિકોએ ચીની સેનાનો સામનો કેવી રીતે કર્યો તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સલમાન ખાન કર્નલ સંતોષ બાબુનું પાત્ર ભજવે છે. ચિત્રાંગદા સિહ પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
પહેલા ફિલ્મ ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ‘ની રિલીઝ તારીખ ૧૭ એપ્રિલ નક્કી કરવામાં આવી હતી, તાજેતરના અહેવાલો સૂચવે છે કે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વધુમાં, શીર્ષકમાં ફેરફારની જાહેરાત કરતી પોસ્ટમાં રિલીઝ તારીખ અંગે કોઈ માહિતી નથી. ફિલ્મ ખરેખર ૧૭ એપ્રિલે રિલીઝ થશે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
આ ફિલ્મ સલમાન ખાનના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. સલમાન ખાન લાંબા સમયથી આ પ્રોજેક્ટને લઈને સમાચારમાં છે, અને તેને તેમની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
