તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 17th March 2026
રણવીર સિંહની ધુરંધર ૨ માટે ફેન્સમાં ભારે ક્રેઝઃ એડવાન્સ બુકિંગમાં તોડ્યા તમામ રેકોર્ડ
રિલીઝ પહેલા જ ૧૦ લાખથી વધુ ટિકિટો વેચીને નવો ઈતિહાસ રચી દીધો ધુરંધર ૨ ની ટિકિટોની માંગ એટલી વધારે છે કે મુંબઈ, થાણે અને અમદાવાદ જેવા શહેરોમાં થિયેટરો હવે ૨૪ કલાક કાર્યરત રહેશે

મુંબઈ તા.૧૭: આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ધુરંધર ધ રિવન્જ રિલીઝ થવામાં હવે ૪૮ કલાકથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રીમિયર ગણાઈ રહેલી આ ફિલ્મે રિલીઝ પહેલા જ ૧૦ લાખથી વધુ ટિકિટો વેચીને નવો ઈતિહાસ રચી દીધો છે. પ્રેક્ષકોની ભારે માંગને જોતા મલ્ટિપ્લેક્સ સંચાલકો હવે મોડી રાત્રિના અને વહેલી સવારના શો ઉમેરવા મજબૂર બન્યા છે. આ ફિલ્મના ક્રેઝને જોતા લાગી રહ્યું છે કે તે ભારતીય બોક્સ ઓફિસના તમામ જૂના સમીકરણો બદલી નાખશે.
ધુરંધર ૨ની ટિકિટોની માંગ એટલી વધારે છે કે મુંબઈ, થાણે અને અમદાવાદ જેવા શહેરોમાં થિયેટરો હવે ૨૪ કલાક કાર્યરત રહેશે. મુંબઈના પીવીઆર ચાકાલા અને અમદાવાદના કોનપ્લેક્સ સિનેમા જેવા થિયેટરોમાં મોડી રાત્રે ૧:૫૦ વાગ્યાથી લઈને સવાર સુધીના શો રાખવામાં આવ્યા છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
