News of Friday, 20th March 2026
બોલીવુડના જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની માતાના નિધનથી ફિલ્મ ઉદ્યોગ શોક : અનેક સેલિબ્રિટીઓ અંતિમ સંસ્કારમાં રહ્યા હાજર

મુંબઈ: પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અને નિર્માતા મનીષ મલ્હોત્રા શોકમાં ડૂબી ગયા છે. તેમની માતાનું ગઈકાલે સાંજે અવસાન થયું. શુક્રવારે સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં હિન્દુ વિધિઓ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મુશ્કેલ સમયમાં ડિઝાઇનરને શોક વ્યક્ત કરવા માટે અનેક ફિલ્મ હસ્તીઓ એકઠી થઈ હતી. શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મશાનની બહાર અનેક સેલિબ્રિટીઓ પહોંચ્યા હતા. તેમાં કરણ જોહર, ઉર્મિલા માતોંડકર, રકુલ પ્રીત સિંહ, જેકી ભગનાની, ડેવિડ ધવન, વિજય વર્મા અને ફાતિમા સના શેખ, મલાઈકા અરોરા, કરણ ઠક્કર, ફ્રેડી દારૂવાલા, નિધિ દત્તા, સોફિયા ચૌધરી, વિજય વર્મા, ડેવિડ ધવન અને મોહિત મારવાહનો સમાવેશ થાય છે. અગાઉ, ફિલ્મ ઉદ્યોગની અનેક અગ્રણી હસ્તીઓ મનીષ મલ્હોત્રાના ઘરે શોક વ્યક્ત કરવા માટે પહોંચી હતી. બોલિવૂડ દંપતી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેમના ઘરે પહોંચ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ તેમના ઘરે તેમની મુલાકાત લીધી હતી.
મનીષ મલ્હોત્રા બોલિવૂડમાં તેમની અદભુત ડિઝાઇન માટે જાણીતા છે. તે અનેક ફિલ્મો અને સેલિબ્રિટીઝ માટે કપડાં ડિઝાઇન કરે છે.તેમની માતા, ગરિમા મલ્હોત્રાએ મનીષ મલ્હોત્રાની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે તેમના શરૂઆતના સંઘર્ષો દરમિયાન ભાવનાત્મક ટેકો આપ્યો હતો અને તેમને સ્થિર રહેવાનું શીખવ્યું હતું. બોલીવુડના સૌથી પ્રભાવશાળી કોસ્ચ્યુમ ડિઝાઇનર્સમાંના એક બનતા પહેલા, મનીષે અભિનય પણ કર્યો હતો અને તેમની કારકિર્દીમાં અનિશ્ચિતતાઓનો સામનો કર્યો હતો. તે સમય દરમિયાન ગરિમા મલ્હોત્રાનું પ્રોત્સાહન તેમના માટે ઘણું અર્થપૂર્ણ હતું.દેશના સૌથી પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સમાંના એક, મનીષ મલ્હોત્રાએ બોલીવુડના ઘણા મોટા સ્ટાર્સ માટે આઇકોનિક કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. તેમના બ્રાઇડલ કલેક્શન અને ગ્લેમરસ ડિઝાઇન ખાસ કરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ડિઝાઇનિંગની સાથે, મનીષ ફિલ્મ નિર્માણમાં પણ સક્રિય છે અને અનેક પ્રોજેક્ટ્સમાં સામેલ છે. તેમણે "ગુસ્તાખ ઇશ્ક" અને "સાલી મોહબ્બત" જેવી ફિલ્મોનું સહ-નિર્માણ કર્યું.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
