<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

પ્રતિભાશાળી અભિનેત્રી રાની મુખર્જીનો જન્‍મદિવસ

બ્‍લેક, હમ તુમ, કુછ કુછ હોતા હૈ, સાથિયા,મર્દાની ‘હિચકી બંટી ઔર બબલી, કભી અલવિદા ના કહના, વીર-ઝારા,નો વન કિલ્‍ડ જેસિકા જેવી હિટ' ફિલ્‍મો આપી છે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ ભારતીય ફિલ્‍મ ઉદ્યોગની પ્રતિભાશાળી અને લોકપ્રિય અભિનેત્રી  રાની મુખર્જીનો આજે જન્‍મદિવસ છે ફિલ્‍મ જગતમા અનેરું સ્‍થાન ધરાવતા રાની મુખર્જીનો જન્‍મ  ૨૧મી માર્ચ ૧૯૭૮ ના રોજ મુંબઈ ખાતે થયો હતો ,રાની એક ફિલ્‍મી પરિવારમાંથી આવે છે તેમના પિતા રામ મુખર્જી  એક ફિલ્‍મ ડિરેક્‍ટર છે, તેમના માતા ક્રિષ્‍ના મુખર્જી છે , કાકાનું નામ દેબ મુખર્જી છે, તો અભિનેત્રી કાજોલ તેમની પિતરાઈ બહેન છે, અભિનય જાણે એમના લોહી માં છે.

રાની ફિલ્‍મી પરિવારમાં થી હોવા છતાં શરૂઆત સરળ નહોતી, શરૂઆત ૧૯૯૬માં બંગાળી ફિલ્‍મ બીયર ફૂલ  થી ડેબ્‍યુ કર્યું, તો  હિન્‍દી ફિલ્‍મોમાં   રાજા કી આયેગી બારાત થી એન્‍ટ્રી કરી, પરંતુ ફિલ્‍મ ખાસ સફળ ન રહી શરૂઆતમાં રાની મુખર્જી ને તેમના અવાજને કારણે તેમને ટીકા મળી હતી, જોકે પાછળ થી તે જ અવાજ તેમની ઓળખ બની ગયો, પરંતુ પછી તેમની જિંદગી બદલાવ લાવનારી ફિલ્‍મ આવી કુછ કુછ હોતા હૈ  આમછતાં ઘણો સમય સંઘર્ષ કરવો પડ્‍યો.

વર્ષ  ૧૯૯૯ થી ૨૦૦૨ આ સમય દરમિયાન રાનીને સતત નિષ્‍ફળતાનો સામનો કરવો પડ્‍યો ,ઘણી ફિલ્‍મો ફલોપ રહી પરંતુ પછી આવી, સાથીયા આ ફિલ્‍મે તેમની કારકિર્દીને નવી ઊંચાઈ આપી, તેમના અભીનય  માટે ખુબ જ પ્રશંસા મળી, જોકે તેમનો સુવર્ણ સમય આવ્‍યો વર્ષ ૨૦૦૩ થી વર્ષ ૨૦૦૬ આ સમય રાની મુખર્જીનો ગોલ્‍ડન પીરિયડ ગણાય છે.

હમ તુમ, બ્‍લેક, બંટી ઔર બબલી, કભી અલવીદા ના કહેના,જ્‍યારે બ્‍લેક માં તેમના અભિનયને કરિયરનો શ્રેષ્ઠ પરફોર્મન્‍સ માનવામાં આવે છે. પરંતુ  વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૩ ના સમય દરમિયાન તેમની ઘણી ફિલ્‍મો અપેક્ષા મુજબ ચાલતી નહોતી જેને પગલે તેઓ થોડા સમય માટે ફિલ્‍મોથી દૂર થઈ ગયા.

જોકે ૨૦૧૪ થી રાની ફરી મજબૂત રીતે પરત આવી ફિલ્‍મ મર્દાનીમાં પોલીસ ઓફિસરનો પાવરફુલ રોલ કરી ધમાલ મચાવી, ત્‍યાર બાદ ફિલ્‍મ  હિચકીમાં  એક શિક્ષિકા તરીકે પ્રેરણાદાયક ભૂમિકા ભજવી જેને પણ દર્શકો એ ખૂબ જ વખાણી, અને હાલ માં આવી છે ફિલ્‍મ  મર્દાની..૨ જેમાં ફરીથી  શક્‍તિશાળી પ્રદર્શન કર્યું છે, હવે તેઓ સિલેક્‍ટિવ અને કન્‍ટેન્‍ટ-આધારિત ફિલ્‍મો કરે છે.

રાની મુખર્જીની ફિલ્‍મી યાત્રાને એક નજરમાં જોઈએ તો  શરૂઆતમાં નાનો રોલ , પછી સુપરસ્‍ટાર ,રોમાન્‍સ, ડ્રામા, એક્‍શન બધામાં સફળ મજબૂત મહિલા પાત્રો માટે વધુ પસંદ, રાની મુખર્જી  સમય સાથે પોતાની એક્‍ટિંગ સ્‍ટાઇલ બદલતા રહ્યા છે અને પોતાના દર્શકોને જકડી રાખ્‍યા છે.

તેઓ જાણે યશ રાજ ફિલ્‍મ્‍સ  સાથે જોડાયેલા છે તેમ તેમની ફિલ્‍મો વધુ કરે છે, તેમની ઈમેજ ‘‘સિરીયસ એક્‍ટ્રેસ'' તરીકે વધારે મજબૂત છે. રાની મુખર્જીના લગ્ન જીવન વિશે જોઈએ તો તેમણે વર્ષ ૨૦૧૪માં યશરાજ ફિલ્‍મ્‍સના માલિક આદિત્‍ય ચોપરા જોડે ખૂબ જ અંગત રીતે ઇટાલીમાં કર્યા હતા, તેમના આ દાંપત્‍ય જીવન દરમ્‍યાન તેમને અદીરા નામે પુત્રી છે, રાની અને આદિત્‍ય ચોપરા બંને પોતાના પર્સનલ લાઈફને મીડિયા થી દૂર રાખે છે

 રાની પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરે છે, તેઓ તેને પણ લાઈમ લાઈટ થી દૂર રાખે છે, કામ અને પરિવાર વચ્‍ચે રાની ખુબ જ સારું  બેલેન્‍સ રાખે છે.

કભી અલવિદાના કહના, વીર-ઝારા,નો વન કિલ્‍ડ જેસિકા જેવી હિટ ફિલ્‍મો આપી છે. યશસ્‍વી કારકિર્દીના ૪૮ વર્ષ પુર્ણ કરી ૪૯ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, હેપ્‍પી બર્થ ડે રાની જી

(11:39 AM IST)