<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

૭ કિલો સોનું, ૬૦ કિલો ચાંદી અને ૫૦ LIC ની પોલિસી

બોલિવૂડ ક્‍વીન કંગના રનૌત લક્‍ઝુરિયસ લાઇફ સ્‍ટાઇલ જીવવાનું પસંદ કરે છે કંગના રનૌતની નેટવર્થ ૯૦ કરોડ રૂપિયાઃ કંગનાનું પ્રોડક્‍શન હાઉસ પણ છે

મુંબઈ,તા.૨૩: ગેંગસ્‍ટરથી પોતાના કરિયરની શરૂઆત કરનાર કંગના રનૌત બોલિવૂડની ક્‍વીન બની ગઈ છે. કંગના રનૌત આજે બોલિવૂડમાં ટોપ એક્‍ટ્રેસમાંથી એક છે. કંગના તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર કંગનાએ પોલિટિક્‍સમાં પણ પગ મૂક્‍યો છે. એક્‍ટ્રેસે આજે એટલે કે ૨૩ માર્ચના રોજ તેનો ૪૦મો જન્‍મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો જાણો આ ખાસ દિવસે કંગનાની અજાણી વાતો વિશે.

રિપોર્ટ્‍સ અનુસાર કંગના રનૌતની નેટવર્થ ૯૦ કરોડ રૂપિયા છે. ચૂંટણી સોગંદનામા અનુસાર કંગના રનૌતની પાસે ૭ કિલો સોનું છે, જેની કિમત લગભગ ૫ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. એક્‍ટ્રેસની પાસે ૬૦ કિલો ચાંદી પણ છે જેની કિમત લાખો રૂપિયાની આસપાસ બતાવવામાં આવી હતી.

એક્‍ટ્રેસની પાસે એક BMW-7 સિરીઝ અને બીજી Mercedes Benz GLE SUV છે જેની કુલ કિમત ૧.૫૬ લાખ રૂપિયા છે. આમ, તમને જણાવી દઈએ કે કંગનાનાં ફોલોઅર્સ પણ ખૂબ વધારે છે, જે મોટાભાગે એક્‍ટ્રેસને સપોર્ટ કરતા હોય છે.

કંગના રનૌતે  ૫૦ LIC પોલિસી લીધી છે. આ પોલિસી એક જ તારીખ ૪ જૂન ૨૦૦૮ ના રોજ લીધી છે. કંગના રનૌત એક ફિલ્‍મ માટે ૧૫થી ૨૫ કરોડ રૂપિયા ફી વસૂલે છે. આ સિવાય કંગના બ્રાન્‍ડ એમ્‍બેસેડર પણ છે, જેના દ્વારા ૩થી ૩.૫ કરોડ રૂપિયાની વચ્‍ચે કમાણી કરે છે. આમ, આ બધી વસ્‍તુઓ પરથી તમે જાણી શકો છો કે કંગના કેટલી પૈસાદાર છે.

કંગનાનું પ્રોડક્‍શન હાઉસ પણ છે, જેનું નામ મનિકર્ણિકા ફિલ્‍મ્‍સ પ્રાઇવેટ લિમિટેડ છે, જેના દ્વારા કંગના ખૂબ કમાણી કરે છે. કંગનાની પાસે મુંબઈમાં પાંચ બેડરૂમનો એક ફલેટ છે, જેની કિમત ૧૫થી ૨૦ કરોડ રૂપિયા બતાવવામાં આવે છે. આ સિવાય હિમાચલમાં પણ કંગનાનો બંગલો છે જેની કિમત લગભગ ૨૫ કરોડ રૂપિયા છે.

મુંબઈના પાલી હિલમાં એક્‍ટ્રેસની પાસે એક મોટી ઓફિસ છે, જેની કિમત કરોડોમાં છે. આ સિવાય મનાલીમાં કંગના રનૌતનું એક કેફે પણ છે જેની કિમત પણ ખૂબ વધારે છે. સાંસદ તરીકે કંગનાને ૧ લાખ રૂપિયાનો પગાર પણ મળે છે. આમ, કંગના આજે પણ તેની એક્‍ટિંગથી ફેન્‍સને ફિદા કરી દે છે.

(3:33 PM IST)