<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિશ્વ સ્તબ્ધ! "અમે તમામ ટેરિફના સંયુક્ત દરોની ગણતરી કરીશું, અને વિવિધ દેશો દ્વારા અમેરિકા પર લગાવવામાં આવતા તેરીફનો અડધો ટેરીફ તે દેશો પર લગાડીશું" - અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ : ટ્રમ્પે ભારત પર 26% ટેક્સની જાહેરાત કરી : અમેરિકી સરકારની ગણતરી મુજબ, ભારત અમેરિકા પર 52 ટકા ટેરિફ લગાવે છે, તેથી અમેરિકા 26 ટકા ટેરિફ સાથે પ્રતિક્રિયા આપશે તેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પએ જણાવ્યું : ટ્રમ્પએ કહ્યું “અમેરિકાને મિત્રો અને દુશ્મનોએ લૂંટ્યું” : ભારત પર 26%, ચીન પર 34% ટેરિફ - ટ્રમ્પે જાહેર કરી ‘રેસિપ્રોકલ ટેરિફ’ નીતિ : ‘લિબરેશન ડે’ની ઘોષણા સાથે ટ્રમ્પે વૈશ્વિક વેપાર યુદ્ધનો ડંડોરો પીટ્યો : અમેરિકાને ‘મહાન’ બનાવવાનો દાવો2:31 AM IST

ક્ષમા કરવું એ આ સંસારમાં સૌથી મોટું આભૂષણ છેઃ પૂ. જીગ્નેશદાદા : પૂર્ણેન્‍દુ સુંદર મુખ અરવિંદ નેત્રા કૃષ્‍ણ કિમ પિત્‍વ મહમ ન જાને ધ્‍યાન મૂલમ ગુરૂ મૂર્તિ : ૨૧/૫ થી ૨૭/૫ આસો મહિનાની નવરાત્રી ચોટીલામાં કથા છે. : પરિક્ષિત મહારાજના પૂર્વ જન્‍મના પ્રસંગ સાથે મધુરશૈલીમાં કથાનું વર્ણન : શ્રીમદ્‌ ભાગવત કથામાં નૃસિંહ અવતારના પ્રસંગની ઉજવણી કરવામાં આવીઃ પરમાત્‍મા અકારણ કરૂણા વર્ષાવે છે. : શ્વાસને તમે બહાર કાઢી શકશો કે નહી એની આપણને ખબર નથી અને શ્વાસ બહાર કાઢ્‍યા પછી નવો શ્વાસ તમે અંદર ભરી શકશો કે નહી એની ખબર નથી માટે સતત ભગવાન નારાયણની સ્‍મૃતિમાં જીવન જીવો : કદાચ હું એન્‍જિનિયર બન્‍યો હોત તો મશીન બનાવતો હોત અત્‍યારે માણસ બનાવું છું. 3:47 PM IST

માધવપુરના મેળાનું ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે રવિવારે ઉદ્‌ઘાટન : ઉદ્‌ઘાટન સમારંભમાં ગુજરાતના ખ્‍યાતનામ કલાકારોનો ડાયરોઃ ઉત્તર-પુર્વના રાજયોના કલાકારો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ : પરેશ પારેખ પોરબંદર માધવપુરના મેળાની રાજયવ્‍યાપી ઉજવણીમાં અમદાવાદ-વડોદરા-સુરત-સોમનાથ અને દ્વારકામાં રંગારંગ કાર્યક્રમો માધવપુરના મેળામાં વિશાળ સંખ્‍યામાં કલાકારોની પ્રસ્‍તૃતીને ધ્‍યાનમાં લઇને સ્‍ટેડીયમ જેવી સુવિધા ધરાવતું ગ્રાઉન્‍ડ તૈયાર શ્રીકૃષ્‍ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન આયોજનમાં તા.૬ના રોજ મંડપ રોપણઃ તા.૬,૭ અને ૮ માધવરાયજી મંદીરથી બ્રહ્મકુંડ સુધી દરરોજ ફુલેકાઃ તા.૯મીએ લગ્નની વિધિઃ તા. ૧૦ મીએ જાન કન્‍યાને લઇને રૂક્ષ્મણી મંદીરથી નીકળશે અને સાંજે ૪ વાગ્‍યે માધવરાય મંદીરે પહોંચશે11:57 AM IST

રામનવમીની શોભાયાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષાચક્ર રચવા ગુજરાત પોલીસની આવી છે તૈયારીઓ : જો જો ભૂતકાળનું પુનરાવર્તન ન થાય... મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તુરંત ટોચના આઇપીએસ સાથે વિડિયો કોન્‍ફરન્‍સ યોજવા આખરી ઓપ લો એન્‍ડ ઓર્ડર વડા તરીકે આખા ગુજરાતની તમામ પરિસ્‍થિતિનાં જાણકાર વડોદરા સીપી નરસિંહમાં કુમાર વડોદરામાં દરેક વિસ્‍તારમાં બાઈક, જીપ પેટ્રોલીંગ, લુખ્‍ખાઓની માહિતી મેળવવા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજા ટીમને એક્‍ટિવ મોડમાં રાખી છેઃ રાજકોટનાં ચોક્કસ સંવેદનશીલ વિસ્‍તાર તરીકે જાણીતા અને ભૂતકાળની કેટલીક ઘટનાઓનો પોતાની ૨૫ વર્ષની કારકિર્દી આધારે મૂલ્‍યાંકન કરી સીપી બ્રજેશ ઝાએ પોતાના બન્ને પાર્થરાજસિહ ગોહિલ, અને સજ્જનસિહ પરમાર સાથે તરવરિયા ડીસીપી જગદીશ બાંગરવા ટીમને એલર્ટ મોડમાં મૂકી રાઉન્‍ડ ધ કલોક લોખંડી બંદોબસ્‍ત ગોઠવેલ છે અમદાવાદની નસેનસથી પરિચિત સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણ ટીમ મારફતે વિવિધ વિસ્‍તારના ટપોરીઓને ક્રાઇમ બ્રાન્‍ચમાં તેડાવી ખાસ બાકડા પર ગુરુ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે : આઇબી વડા તરીકે પોતે આપેલ ચેતવણીમાં ચૂક થતાં જે પરિસ્‍થિતિ નિર્માણ થયેલ તે બાબત ધ્‍યાને રાખી સુરત સીપી જાતે રૂટ ચેકીંગ, ડ્રોન દ્વારા ચકાસણી કરી ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા, sog ડીસીપી રાજદીપસિહ નકુમ પાસેથી દરરોજ અપડેટ મેળવે છેઃ pcb આખા દિવસનું સંકલન આપે છે6:30 PM IST

‘એક બાર ફીર સે મુલાકાત હોગી, પીછલા હિસાબ બાકી હૈ': ટૂર ટ્રાવેલ્‍સના ધંધાર્થીને સોશિયલ મિડીયાથી ખૂનની ધમકી : ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાં મનિષ, અમિત, ચિરાગ, મીત અને નિશાએ છરી સાથે ફોટા, અલગ અલગ ડાયલોગ, લખાણ,ગાળો લખી ધમકાવ્‍યાની ફરિયાદ ગાંધીગ્રામ અક્ષરનગરના પ્રકાશ ઉર્ફ પિન્‍ટુ લખલાણી પર ચાર મહિના પહેલા હુમલો કરી હત્‍યાનો પ્રયાસ કરવાના ગુનામાં જામીન પર છુટયા પછી મનિષ સહિતનાએ સમાધાન કરવાનું કહી ધમકીઓ ચાલુ કરીઃ ગાંધીગ્રામ પોલીસે બીજો ગુનો નોંધ્‍યો મર્દના સમાધાન સ્‍માશાને જ થાય...૩૦૭ બોલે ડાર્લિંગ ઉડે તો જ હા...મેરા વાપસ આના તય હૈ, તુમ ખુદ કો બચાને કી તૈયારીમેં લગ જાઓ યુવતિ નિશાએ ધમકી આપતા ડાયલોગ સાથે બેફામ ગાળો પણ લખીઃ તું બસ કેસ કર શકે, બદલા તો તેરા બાપ ભી ના લે શકે!4:12 PM IST

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્‍તાહ : પૂ. જીગ્નેશદાદાના સંગાથે ઇશ્વર ભકિતમાં લોકો તરબોળ : પૂણ્‍યનું ભાથું બાંધવા માનવ મહેરામણ ઉમટી પડયોઃ ‘રાધે રાધે' ના નારા સતત ગૂંજ્‍યા : : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રા, ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટના ધારાસભ્‍યો દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતનભાઇ લાલસેતા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળા, પ્રજાપતિ સમાજના અગ્રણી મનસુખભાઇ ધંધુકીયા, ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા, રાજકોટના વરિષ્‍ઠ ધારાશાષાીઓ, નામાંકીત ડોકટર્સ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવત સપ્‍તાહનો લ્‍હાવો લીધો : ભાગવત કથામાં નૃસિંહ અવતાર અને યમુનાજીનું વર્ણન આવતા ૧૦૮ ચૂંદડી મનોરથની ઉમળકાભેર -ભાવપૂર્વક ઉજવણી થઇ : સમગ્ર ભાગવત સપ્‍તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહ્યા છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમખુ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ ટીમની ભારે જહેમત 4:11 PM IST