News of Tuesday, 4th August 2026
સલમાન-અક્ષયને પછાડીને હૃતિક બીજો સૌથી પૈસાદાર એક્ટર
૨૦ વર્ષમાં સંપત્તિમાં ૩૦,૯૦૦%નો થયો વધારો : ૨૦ વર્ષ પહેલાં હૃતિક રોશનની સંપત્તિ ૧૦ કરોડ રૂપિયા હતી જે હવે વધીને ૩૧૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે

મુંબઇ તા.૪: ગ્રીક ગોડથી ફેમસ થયેલો સુપરસ્ટાર હૃતિક રોશને તેમના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી હૃતિક રોશન આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. પોતાની દમદાર એક્ટિંગ અને ડાન્સથી લોકોને ફિદા કરનાર હૃતિક રોશન આજે લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે. હૃતિક રોશન ઘણીવાર તેની સંપત્તિને લઈને ચર્ચામાં રહેતો હોય છે. આમ, શું તમે જાણો છો હૃતિક રોશન કેટલો પૈસાદાર છે? તો જાણો છેલ્લાં ૨૦ વર્ષમાં એક્ટરની સંપત્તિમાં કેટલો વધારો થયો છે. આ સાથે જાણો ફિલ્મો સિવાય ક્યાંથી કમાણી કરે છે.
હૃતિક રોશનનો પરિવાર પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. હૃતિક રોશનનાં નાના જે. ઓમપ્રકાશ ફેમસ ફિલ્મમેકર હતા, જ્યારે તેના પિતા રાકેશ રોશન જાણીતાં ડાયરેક્ટર અને એક્ટર છે. હૃતિક રોશન તેના પિતાની ફિલ્મોમાંથી ફિલ્મમેકિગ અને એક્ટિંગ શીખ્યો છે.
બાળ કલાકાર તરીકે હૃતિક રોશને પિતાનાં ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ કહો ના પ્યાર હૈથી ડેબ્યૂ કર્યું હતું. વર્ષ ૨૦૦૦ માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અમીષા પટેલ સાથે જોવા મળ્યો હતો. આ હૃતિક રોશનની પહેલી ફિલ્મ હતી, જે દર્શકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. અલગ-અલગ કેટેગરીમાં આ ફિલ્મે ૯૨ એવોર્ડ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આટલું જ નહીં આ ફિલ્મનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયું હતું.
હૃતિક રોશન ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ધૂમ મચાવે છે. ફિલ્મોની વાત કરવામાં આવે તો એક્ટરે કભી ખુશી કભી ગમ, કોઈ મિલ ગયા, ક્રિશ, ધૂમ ૨, જિદગી ના મિલેગી દોબારા, અગ્નિપથ, ક્રિશ ૩, બેંગ બેંગ, સુપર ૩૦ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. કોઇમોઇનાં રિપોર્ટ અનુસાર હૃતિક રોશન આજથી ૨૦ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૨૦૦૬ માં લગભગ ૧૦ કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક હતો. વર્ષ ૨૦૧૨ માં એક્ટરની નેટવર્થ ૩૦૦ કરોડ રૂપિયા થઈ હતી. આ સાથે જ વર્ષ ૨૦૨૫ સુધી ૬૦૦ કરોડ રૂપિયા થઈ હતી.
વર્ષ ૨૦૧૯ માં આ આંકડો ૨૧૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. હાલમાં એક્ટર ૩૧૦૦ કરોડ રૂપિયાનો માલિક છે. આમ, વાત કરવામાં આવે તો છેલ્લાં ૨૦ વર્ષમાં હૃતિક રોશનની કુલ સંપત્તિમાં ૩૧૦ ગણો વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો એક્ટરની કુલ સંપત્તિમાં ૩૦,૯૦૦%નો વધારો થયો છે.
સંપત્તિની બાબતમાં હૃતિક રોશન અક્ષય કુમાર, અજય દેવગન અને સલમાન ખાનને પાછળ પાડી દીધા છે.. ઋતિક રોશન જેટલી સંપત્તિ આ સ્ટાર્સ પાસે પણ નથી. હૃતિક રોશન હિન્દી સિનેમાનો બીજો સૌથી પૈસાદાર એક્ટર છે. હૃતિક રોશનની પોતાની બ્રાન્ડ HRX પણ છે. એક્ટરે (Myntra) ની સાથે પાર્ટનરશિપમાં વર્ષ ૨૦૧૩ માં શરૂઆત કરી હતી, જેની બ્રાન્ડ વેલ્યુ ૧૩ વર્ષ પછી ૭૩૦૦ કરોડ રૂપિયા છે, જ્યારે દર વર્ષે આની રેવન્યૂ ૧૦૦૦ કરોડ રૂપિયા જેટલી હોય છે. આ સિવાય એક્ટર Curefoods, Cult.Fit અને રિયલ એસ્ટેટમાં પણ ઇન્વેસ્ટ કરે છે. આ સિવાય હૃતિક રોશનનાં ઘરની કિમત પણ ૧૦૦ કરોડ રૂપિયા છે
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
