તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 18th August 2026
કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપી અમિતાભ મહિને ૩૩ લાખ રુપિયાની કરશે કમાણી
અમિતાભ બચ્ચને મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત ‘સિગ્નેચર‘ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળ ન્યુટ્રિશન બ્રાન્ડ TruNativ F&B ને દર મહિને રુપિયા ૩૩ લાખના ભાડે આપ્યા; પાંચ વર્ષના કરારથી કુલ રુપિયા ૨૧.૮૮ કરોડની ભાડાની આવક થવાનો અંદાજ

મુંબઈ,તા.૧૮: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો દબદબો માત્ર સિનેમાના પડદા સુધી સીમિત નથી, પરંતુ રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ તેઓ સતત મોટા સોદા કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને મુંબઈ ના અંધેરી વેસ્ટ સ્થિત પોતાની કોમર્શિયલ પ્રોપર્ટીના ત્રણ માળ કરોડો રૂપિયાના અધધ ભાડે આપીને વધુ એક મોટો રિયલ એસ્ટેટ કરાર કર્યો છે. આ લીઝ સોદાથી તેમના પ્રીમિયમ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં કરોડો રૂપિયાની ભાડાની આવકનો નવોસ્ત્રેત ઉમેરાયો છે.
‘બિગ બી' એટલે કે, અમિતાભ બચ્ચને મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત પોતાની કોમર્શિયલ પ્રોપર્ટીના ઉપરના ત્રણ માળ કન્ઝ્યુમર ન્યુટ્રિશન બ્રાન્ડ ‘TruNativ F&B લિમિટેડ‘ ને ભાડે આપ્યા છે. રિયલ એસ્ટેટ એનાલિટિક્સ પ્લેટફોર્મ Zapkey મારફતે પ્રાપ્ત થયેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, આ સોદાનું શરૂઆતનું માસિક ભાડું રુપિયા ૩૩ લાખ નક્કી કરવામાં આવ્યું છે. ૫ વર્ષના આ લીઝ કરારથી સમગ્ર મુદત દરમિયાન કુલ રુપિયા ૨૧.૮૮ કરોડની ભાડાની આવક થવાનો અંદાજ છે.
આ સોદો ૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે નોંધાયો હતો, જ્યારે લીઝ કરારની શરૂઆત ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ થી થઈ છે. ભાડે આપેલી આ જગ્યા અંધેરી વેસ્ટના ઓશિવારા સ્થિત લિક રોડ પર આવેલી ‘સિગ્નેચર‘ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળમાં ફેલાયેલી છે, જેનો કુલ કાર્પેટ એરિયા આશરે ૮,૪૨૮ ચોરસ ફૂટ છે.
માસિક ભાડાનો દર કાર્પેટ એરિયાના આધારે પ્રતિ ચોરસ ફૂટ આશરે રુપિયા ૩૯૨.
વાર્ષિક વધારો ૫ વર્ષની મુદત દરમિયાન માસિક ભાડામાં વાર્ષિક ૫ ટકા નો વધારો.
સિક્યોરિટી ડિપોઝિટ ‘TruNativ‘ દ્વારા રુપિયા ૧.૯૮ કરોડની સિક્યોરિટી ડિપોઝિટ ચુકવવામાં આવી.
સુવિધાઓ કોમર્શિયલ બિલ્ડિંગ સંકુલમાં ૯ ડેડિકેટેડ પાર્કિગ સ્પેસના એક્સક્લુઝિવ અધિકારો.(
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
