<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાધના સોસાયટીમાં ઘરના પાર્કિંગમાં સંગ્રહ કરાયેલા ૪૦ ગેસના બાટલામાંથી બે ધડાકા સાથે ફાટતાં આગ ભભૂકીઃ મોટી દૂર્ઘટના ટળી : કે. વી. કેટરર્સના સંચાલકે કહ્યું-માધાપરના ગોડાઉનમાં રીપેરીંગ ચાલુ હોઇ બાટલા ઘરના પાર્કિંગમાં રાખ્‍યા હતાં: કેટરર્સના કર્મચારીઓના કપડા ધોવા માટે પાણી ગરમ કરતી વખતે બનાવ બન્‍યોઃ ખરેખર બાટલા કેવી રીતે ફાટયા? તેની તપાસ :કાર અને એક એકટીવાને પણ આગથી નુકસાનઃ પાંચ કેરબા ડીઝલ પણ હતું : ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા સહિતનો સ્‍ટાફ પહોંચ્‍યોઃ ૪૦ બાટલા રહેણાંકમાં રાખ્‍યા હોઇ ફાયર બ્રિગેડ દ્વારા નોટીસ આપી બાટલા કબ્‍જે લેવાયાઃ અશોકભાઇ રૈયાણીના માલિકીના મકાનના પાર્કિંગમાં બનાવઃ આસપાસના લોકો ભયભીત થઇ ગયા : ફાયર બ્રિગેડની ટીમ ચાર જ મિનીટમાં પહોંચી જતાં આગ વધુ આગળ વધતી અટકીઃ જો ડીઝલના કેરબા સળગ્‍યા હોત તો અને વધુ બાટલા ફાટયા હોત તો ભયંકર પરિણામ આવ્‍યું હોત : ગેસના બાટલાઓની સાથે ૪૦-૪૦ લીટરના ડીઝલ ભરેલા પાંચ કેરબા પણ હતાં3:02 PM IST

આખરે ધન્‍ય ઘડી આવી પહોંચીઃ પવિત્ર ભાગવત કથાનો પ્રારંભ : પૂ.જીજ્ઞેશદાદાને સાંભળવા આજથી રાત્રે ૮ વાગ્‍યે રેસકોર્ષ ખાતે ભાવિકો ઉમટી પડશે : આજે સાંજે ૪:૩૦ વાગ્‍યે જાગનાથ મહાદેવ મંદિરેથી નિકળનાર ભવ્‍ય-દિવ્‍ય પોથીયાત્રા બાદ સાંજે સાત વાગ્‍યે વિધિવત દીપ પ્રાગટયઃ શ્રીમદ ભાગવત મોક્ષગાથા મારફત કૃષ્‍ણભકિતનો દરીયો ઘૂઘવશે : શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકોને કથાસ્‍થળ રેસકોર્ષ સુધી પહોંચવા વિનામુલ્‍યે બસ સેવા ઉપલબ્‍ધ : રાધે રાધે પરિવાર અને તથાસ્‍તુ વિદ્યાપીઠ પરિવાર તથા મુખ્‍ય મનોરથીઓ રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિતના મનોરથીઓ દ્વારા પવિત્ર ભાગવત સપ્તાહનો લાભ લેવા જાહેર નિમંત્રણ11:38 AM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST