<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

શાહરૂખ ખાનના મન્નત બંગલામાં ૮ ફૂટ લાંબો સાપ ઘૂસી ગયો

બચાવ ટીમે ૮ ફૂટ લાંબા બિન-ઝેરી ભારતીય ઉંદર સાપને સુરક્ષિત રીતે પકડી લીધો

નવી દિલ્‍હી તા.૧૮: બોલીવુડના કિગ શાહરૂખ ખાનના મન્નત બંગલામાં એક સાપ મળી આવ્‍યો હોવાના સમાચાર સામે આવ્‍યા છે. ૧૭ ઓગસ્‍ટના રોજ, કિગ ખાનના ઘરના લોનમાં એક સાપ જોવા મળ્‍યો. તાત્‍કાલિક એક બચાવ ટીમને ઘટનાસ્‍થળે બોલાવવામાં આવી. તેઓએ અત્‍યંત સલામતી સાથે પરિસ્‍થિતિનો સામનો કર્યો. સાપને બચાવી લેવામાં આવ્‍યો છે.

અહેવાલો અનુસાર, સાપ પકડનાર વિક્કી દુબેને મન્નતમાં સાપ જોવા મળ્‍યાની જાણ કરવામાં આવી હતી. આખા ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. સાપને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્‍યો હતો. સાપને ધમન અથવા ભારતીય ઉંદર સાપ તરીકે ઓળખવામાં આવ્‍યો છે, જે લગભગ ૮ ફૂટ લાંબો હતો. રાહતની વાત એ હતી કે પકડાયેલો સાપ ઝેરી નહોતો. મન્નતના સ્‍ટાફ અને સુરક્ષા રક્ષકોએ રાહતનો શ્વાસ લીધો.

વધુ મહત્ત્વની વાત એ છે કે, ૧૭ ઓગસ્‍ટના રોજ નાગ પંચમીના દિવસે કિગ ખાનના ઘરમાં સાપ જોવા મળ્‍યો હતો. કિગ ખાનના ઘરમાં સાપ ઘૂસ્‍યાના સમાચાર ફેલાતાં જ ચાહકો ગભરાઈ ગયા. રાહતની વાત છે કે બધા સુરક્ષિત છે અને કોઈને નુકસાન થયું નથી.

શાહરૂખ ખાનનો આલીશાન બંગલો, મન્નત, મુંબઈના બાંદ્રા વિસ્‍તારમાં આવેલો છે. તે શહેરના સૌથી પોશ વિસ્‍તારોમાંનો એક માનવામાં આવે છે. આ આલીશાન બંગલો એક પ્રિય પર્યટન સ્‍થળ છે. દુનિયાના અન્‍ય ભાગોમાંથી મુંબઈ આવતા લોકો કિગ ખાનના સુંદર બંગલાને જોવા માટે આવે છે. શાહરૂખ ખાને એક સમયે આ બંગલો ૧૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે તેની કિમત લગભગ ૩૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

કામની વાત કરીએ તો, કિગ ખાનની આગામી ફિલ્‍મ કિગ છે. તેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મ આ વર્ષે ૨૪ ડિસેમ્‍બરે રિલીઝ થશે. તેમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્‍ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી મુખ્‍ય ભૂમિકાઓમાં છે. શાહરૂખ ખાન અભિનીત આ મલ્‍ટીસ્‍ટારર ફિલ્‍મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક પછી એક ફલોપ થયા પછી, શાહરૂખ ખાને પઠાણ અને જવાન જેવી હિટ ફિલ્‍મો સાથે શાનદાર વાપસી કરી. ચાહકોને આશા છે કે તે ફરી એકવાર કિગ સાથે ધૂમ મચાવશે.

(2:57 PM IST)