તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 19th August 2026
૧.૪ કરોડ ફોલોઅર્સ ધરાવતો યશ ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક જ વ્યક્તિને કરે છે ફોલો

મુંબઈ,તા.૧૯: યશ હાલમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં યશે પોતાની આગામી ફિલ્મો ઉપરાંત પર્સનલ લાઇફ વિશે વાત કરી છે. આ સમયે યશે ખુલાસો કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ પર તેના ૧.૪ કરોડ રૂપિયાથી વધુ ફોલોઅર્સ છે, પણ તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને એ છે તેની પત્ની રાધિકા પંડિત.
ઇન્સ્ટાગ્રામ પર માત્ર પત્નીને ફોલો કરવાના કારણ વિશે વાત કરતાં યશે કહ્યું હતું કે ‘રાધિકા મારી એકમાત્ર દોસ્ત છે અને તેને ફોલો કરવી પડે છે, નહીં તો ઇન્સ્ટાગ્રામ પર હું ઝીરો થઈ જઈશ. રાધિકા મારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. અમે બન્ને સાથે આગળ વધ્યાં છીએ અને રાધિકા જેવી પત્ની મેળવવા બદલ હું ખૂબ ભાગ્યશાળી છું. તે મારા જીવનનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. અમારા સંબંધમાં સૌથી મહત્ત્વની બાબત એ છે અમે કોઈ પણ નિર્ણય સાથે મળીને લઈએ છીએ.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
