News of Wednesday, 26th August 2026
બોમન ઈરાની, અનુપમ ખેર અને રવિ કિશનનો ધમાકેદાર ડાન્સ વાયરલ: 'ખોસલા કા ઘોસલા ૨'માં થઈ ભોજપુરી સુપરસ્ટારની એન્ટ્રી!
‘ચક દે ફટ્ટે’ ગીત પર કલાકારોના અનોખા સ્ટેપ્સથી સોશિયલ મીડિયા પર ધૂમ: આગામી ૨૮ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે આઈકોનિક કોમેડીની સિક્વલ

મુંબઈ, તા.૨૬: બોલીવૂડના દિગ્ગજ અને લોકપ્રિય કલાકારો અનુપમ ખેર અને બોમન ઈરાની અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફની અને ટ્રેન્ડિંગ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ જોડીમાં ભોજપુરી સુપરસ્ટાર અને અભિનેતા રવિ કિશન પણ જોડાયા છે. હાલમાં જ અનુપમ ખેર, બોમન ઈરાની અને પ્રવીણ ડબાસે રવિ કિશન સાથે મળીને એક મનોરંજક ડાન્સ વીડિયો શૂટ કર્યો છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
'ચક દે ફટ્ટે' પર જબરદસ્ત કૂલ મુવ્સ
અનુપમ ખેરે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ મજેદાર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ચારેય કલાકારો 'ચક દે ફટ્ટે' ગીતના વાયરલ સિગ્નેચર સ્ટેપ્સ કરતા જોવા મળે છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "એક ડાબો પગ છે, એક જમણો પગ છે... આ છે ચલ ફૂટ! કોઓર્ડિનેશનના કિંગ્સ પાછા આવી ગયા છે." બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સહિત અનેક સેલેબ્સ અને ચાહકોએ કમેન્ટ કરીને આ ચારેય કલાકારોની એનર્જી અને કોમિક ટાઈમિંગની ખૂબ પ્રશંસા કરી છે.
'ખોસલા કા ઘોસલા ૨'ની સ્ટાર કાસ્ટમાં રવિ કિશનની સપ્રાઈઝ એન્ટ્રી
આ ડાન્સ વીડિયોની સાથે જ અનુપમ ખેરે એક મોટી ખુશખબર પણ આપી છે. વર્ષ ૨૦૦૬ની આઈકોનિક કોમેડી ફિલ્મ 'ખોસલા કા ઘોસલા'ની ઓફિશિયલ સિક્વલ 'ખોસલા કા ઘોસલા ૨' (Khosla Ka Ghosla 2) માં રવિ કિશનની મહત્વપૂર્ણ પાત્ર માટે એન્ટ્રી થઈ ચૂકી છે. આ કલ્ટ કોમેડી ફિલ્મમાં હવે અનુપમ ખેર, બોમન ઈરાની, પ્રવીણ ડબાસ અને રણવીર શૌરીની સાથે રવિ કિશન પણ પોતાની કોમેડીનો જાદુ વિખેરશે.
પ્રશાંત બઘિયાના નિર્દેશનમાં બનેલી આ મનોરંજક ફિલ્મ આગામી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
