<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સીઝન ૨ માં ઓરી અને સમય રૈનાની જુગલબંધીએ રચ્યો ઈતિહાસ: નવો એપિસોડ બન્યો શોનો સૌથી વધુ જોવાયેલો શોટ!

માત્ર ૭ કલાકમાં ૧.૫ કરોડથી વધુ વ્યૂઝ મેળવી યુટ્યુબ પર મચાવી તબાહી; પેનલ પર જજ ઓરી અને સમય વચ્ચેની તીખી મજાક અને રોસ્ટિંગે ઈન્ટરનેટ પર લગાવી આગ

મુંબઈ : પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના ખૂબ જ લોકપ્રિય શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' (IGL) ની સીઝન ૨ ના તાજેતરમાં રિલીઝ થયેલા નવા એપિસોડે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વ્યૂઅરશિપના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ખાસ એપિસોડમાં સમય રૈના સાથે સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી (ઓરહાન અવત્રામણી), અર્ચના પૂરણ સિંહ, શેરોન વર્મા અને નિશાંત સુરી જજની પેનલમાં જોવા મળ્યા હતા. એપિસોડ રિલીઝ થતાંની સાથે જ ઓરી અને સમય વચ્ચેની મજાક તથા તીખી નોકઝોંકે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું.

 

આ એપિસોડની અકલ્પનીય સફળતાનો ખુલાસો સ્વયં ઓરીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કર્યો હતો. તેણે સમય રૈના સાથેની વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું હતું કે, "હવે તમને ખબર પડી કે ઓરીનો સ્પર્શ (Orry Touch) વાસ્તવિક છે, એ પણ માત્ર ૧૨ કલાકની અંદર!" સ્ક્રીનશોટ મુજબ, આ એપિસોડ રિલીઝ થયાના માત્ર ૭ કલાક અને ૪૨ મિનિટના ટૂંકા ગાળામાં જ ૧૫.૮ મિલિયન (આશરે ૧.૫૮ કરોડ) થી વધુ લોકોએ તેને જોઈ લીધો હતો, જે આ શોના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.

 

એપિસોડ દરમિયાન સમય અને ઓરી વચ્ચે ભારે રોસ્ટિંગ જોવા મળ્યું હતું. ઓરીએ રમુજમાં કહ્યું કે તે પેનલ પર પોતાના સિવાય કોઈને ઓળખતો નથી, જેના જવાબમાં સમય રૈનાએ પોતાના આગવા અંદાજમાં પંચલાઈન મારીને પ્રેક્ષકોને હસાવી લોટપોટ કર્યા હતા. તો બીજી તરફ ઓરીએ પણ સમયને પોતાના હાઈ-પ્રોફાઈલ કનેક્શન્સનો ઉલ્લેખ કરીને રમૂજી અંદાજમાં ચેતવણી આપી હતી. સ્પર્ધકોના ટેલેન્ટ કરતાં પણ આ બંનેની જુગલબંધી અને મનોરંજક તકરારે આ એપિસોડને ડિજિટલ પ્લેટફોર્મ પર બ્લોકબસ્ટર બનાવી દીધો છે.

(7:50 PM IST)