News of Monday, 7th September 2026
બિગ બોસ ૨૦ની નૈયા ફરી ડૂબવાના આરે: 'અજાણ્યા' ચહેરાઓના ફ્લોપ કાસ્ટિંગથી દર્શકો ભારે નિરાશ!
મોટા સ્ટાર્સની ગેરહાજરી અને ઓછી લોકપ્રિયતા ધરાવતા સ્પર્ધકોની એન્ટ્રી: શોમાં પર્સનલ લાઈફના પોસ્ટમોર્ટમના ડરે સેલિબ્રિટીઝે બનાવી અંતર

મુંબઈ : ટેલિવિઝનના સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ ૨૦' ના ગ્રાન્ડ પ્રીમિયરે દર્શકોની તમામ અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. શોની કાસ્ટિંગ અને સ્પર્ધકોની પસંદગીને લઈને સોશિયલ મીડિયાથી લઈને દર્શકોમાં ભારે ટીકાઓ થઈ રહી છે. પ્રીમિયર નાઈટમાં માહી વિજ, ઈશા રિખી, મેરી કોમ, આસિફ શેખ અને આમ્રપાલી દુબે જેવા કેટલાક જાણીતા ચહેરાઓ ચોક્કસ નજરે પડ્યા હતા, પરંતુ તેમની સાથે લાવવામાં આવેલા મોટાભાગના સ્પર્ધકો બિલકુલ "અજાણ્યા" અથવા ઓછી ઓળખ ધરાવતા હોવાથી ચાહકોનો ઉત્સાહ નિરાશામાં ફેરવાઈ ગયો છે.
ઓછી ઓળખ ધરાવતા સ્પર્ધકો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો ભરમાર
શોના નિર્માતાઓએ આ વખતે એવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, જેમના વિશે સામાન્ય દર્શકો ખાસ જાણતા નથી. હર્ષ માચારે: એમસી સ્ટેન (MC Stan) ની સસ્તી નકલ તરીકે દર્શકો તેને જોઈ રહ્યા છે. આરિશ્ફા ખાન: ૨૯ મિલિયન ફોલોઅર્સ હોવા છતાં સામાન્ય દર્શકોમાં ઓળખનો અભાવ છે. રોહિદ ખાન: અફઘાનિસ્તાનથી આવેલા આ સ્પર્ધક પાસે જરૂરી ચાર્મ કે ઓરાનો અભાવ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તન્મય સિંહ (ગેમર): યુટ્યુબ કમ્યુનિટીને આકર્ષવા માટે સામેલ કરાયા છે. રાજકારણીઓની પુત્રીઓ: મનોજ તિવારીની પુત્રીની એન્ટ્રીને એક મજબૂરી તરીકે દર્શાવવામાં આવી છે. અન્ય ચહેરાઓ: પોતાને કરીના કહેતી ઉદિતિ સિંહ (જેની સલમાને મજાક ઉડાવી હતી) અને ટીવી શ્રેણીઓના સાઈડ એક્ટર્સ જેવા કે અમન ગાંધીને પણ સામેલ કરાયા છે
દર્શકોનું માનવું છે કે નિર્માતાઓએ TRP વધારવા સક્ષમ સેલિબ્રિટીઝને બદલે 'બેરોજગારોની ફોજ' એકઠી કરી છે, જ્યારે અન્ય રિયાલિટી શો (જેમ કે રાઇઝ એન્ડ ફોલ, લોકઅપ ૨, ધ ટ્રેટર્સ ૨) ઉત્કૃષ્ટ કાસ્ટિંગ કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, ઇન્ડસ્ટ્રીના અગ્રણી સ્ટાર્સ હવે બિગ બોસમાં જવાનું ટાળી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ટીઆરપીની ઘેલી દોડમાં શોના નિર્માતાઓ સ્પર્ધકોના અંગત જીવનનું સરેઆમ 'પોસ્ટમોર્ટમ' કરી દે છે. અગાઉ મુનાવર ફારુકી જેવા સ્પર્ધકોના અંગત જીવનના વિવાદોને જે રીતે નેશનલ ટીવી પર ઉછાળવામાં આવ્યા હતા, તેનાથી સેલિબ્રિટીઝની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થાય છે. આ જ ડરને કારણે જાણીતા સ્ટાર્સ બિગ બોસ હાઉસમાં પ્રવેશવાના બદલે શોથી અંતર જાળવી રહ્યા છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
