તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Friday, 4th September 2026
બોલિવૂડની નિષ્ક્રિયતા સામે દિગ્દર્શકનો આક્રોશ: 'હનુમાન અંશ'ની ભવ્ય સફળતા છતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મૌન સામે વિશાલ ચતુર્વેદીએ બળાપો ઠાલવ્યો
ઓછા બજેટમાં બનેલી ધાર્મિક-સાંસ્કૃતિક ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત કમાણી કરીને દર્શકોના દિલ જીત્યા હોવા છતાં બોલિવૂડના અગ્રણી કલાકારો કે નિર્માતાઓ તરફથી કોઈ સમર્થન કે પ્રોત્સાહન ન મળતા વિવાદ સર્જાયો

મુંબઈ: સાંસ્કૃતિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ'ના અદભૂત બોક્સ ઓફિસ પ્રદર્શન બાદ પણ બોલિવૂડ તરફથી મળેલા ઠંડા પ્રતિસાદ સામે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. અત્યંત મર્યાદિત બજેટમાં બનેલી આ ફિલ્મે સિનેમાઘરોમાં અપેક્ષા કરતાં ઘણો સારો કારોબાર કર્યો છે અને દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવ્યો છે, છતાં હિન્દી સિનેમા જગતના નામી હસ્તીઓ કે દિગ્ગજો તરફથી આ સફળતાની કોઈ નોંધ લેવામાં આવી નથી.
દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ બોલિવૂડના વલણ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ મોટી કે પ્રખ્યાત બેનરની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે આખી ઇન્ડસ્ટ્રી તેના પ્રમોશન માટે આગળ આવે છે, પરંતુ જ્યારે કોઈ નાનો સ્વતંત્ર નિર્માતા ભારતીય સંસ્કૃતિ કે સ્થાનિક વિષયો પર ગુણવત્તાસભર કામ કરે છે ત્યારે તેને તદ્દન નજરઅંદાજ કરવામાં આવે છે. બોલિવૂડમાં ગુ્રપિઝમ અને ભેદભાવની નીતિ હજુ પણ હાવી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
અત્યંત મર્યાદિત બજેટમાં તૈયાર થયેલી 'હનુમાન અંશ' ફિલ્મે તેની કથા વસ્તુ, ઉત્તમોત્તમ નિર્દેશન અને શ્રદ્ધાથી સભર વિષયવસ્તુના જોરે કમાણીના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. કોઈપણ મોટા સ્ટારકાસ્ટ વિના માત્ર માઉથ પબ્લિસિટી અને દર્શકોના સકારાત્મક પ્રતિસાદના આધારે જ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી છે.
ચતુર્વેદીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય મુલ્યો અને પૌરાણિક વારસાને ઉજાગર કરતી ફિલ્મોને જ્યારે દર્શકો સ્વીકારી રહ્યા છે ત્યારે ઇન્ડસ્ટ્રીએ પણ આવા પ્રયાસોને સમર્થન આપવું જોઈએ. ફિલ્મની આ સફળતા માત્ર તેમની ટીમની મહેનત નથી પરંતુ એવા તમામ સિનેપ્રેમીઓની જીત છે જેઓ અર્થસભર અને સંસ્કૃતિ સાથે જોડાયેલી વાર્તાઓને મોટા પડદા પર જોવા માંગે છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
