<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વેનેઝુએલામાં તણાવ ચરમસીમાએ: અમેરિકી સેનાનો જમાવડો: અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ માદુરો સાથે સંકળાયેલા સંગઠનને 'આતંકવાદી' જાહેર કર્યા બાદ ત્યાં બી-૫૨ બોમ્બર્સ અને લડાકુ વિમાનો દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું: વેનેઝુએલામાં છુપાયેલા ક્યુબાના જાસૂસો પ્રેસિડેન્ટ માદુરોની હત્યા કરે તેવી સંભાવના: ટ્રમ્પની માદુરો સાથે સીધી વાતચીત કરીને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા વિચારણા : અમેરિકાદ્વારા વેનેઝુએલાના 'કાર્ટેલ ડી લોસ સોલ્સ' (કાર્ટેલ ઓફ સન્સ) સંગઠનને સત્તાવાર રીતે 'વિદેશી આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કરાયું: આ સંગઠનનું નેતૃત્વ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને ત્યાંના લશ્કરી અધિકારીઓ કરી રહ્યા છે9:42 AM IST

“સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ સાથે રાજ્ય સરકારની ૧૨મી વાર્ષિક ચિંતન શિબિર ગુરુવારથી ત્રણ દિવસ વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે : પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી : રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી આ ચિંતન શિબિરની ૧૨મી શૃંખલામાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી મંડળના સૌ સભ્યો સહિત ૨૪૧ ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં સહ ભાગી થશે:શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે6:11 PM IST

સતત ભૂંડા બોલતી સ્‍નેહાએ મા-બહેન સમી ગાળો દેતાં તેને પતાવી દેવાનું નક્કી કરી પતિ હિતેષ કારખાનેથી નીકળ્‍યો'તો : ભગવતીપરાની હત્‍યાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યોઃ પત્‍નિને પતાવી દીધાનો પતિને કોઇ અફસોસ નથી : પ્‍લાન ઘડયો હોઇ રોજ સાંજે આઠ વાગ્‍યે કારખાનેથી નીકળતો તેના બદલે વહેલો નીકળી ગયોઃ જમવા જવાનું છે કહી સ્‍નેહા પાણીપુરી ખાવા જતી એ સ્‍થળે બોલાવીઃ ત્‍યાંથી ઘટના સ્‍થળે લઇ ગયોઃ કારખાનેથી જ સાથે લીધેલા સળીયાના ઘા મારી પતાવી દીધીઃ પછી કારખાને સળીયો મુકી પરત ઘરે આવી પત્‍નિ ગૂમ થયાનું નાટક કર્યુઃ સ્‍કૂટી પરના અને કપડા પરના લોહીના ડાઘ ઘરથી ભેદ ઉકેલાયોઃ સુતો હોય તો પણ ઢીકો મારી ઉઠાડી ગાળો દેતી, સ્‍નેહાની સવાર પણ ગાળથી પડતીઃ અનહદ ત્રાસમાંથી કાયમને માટે છુટકારો મેળવવા પત્‍નિ હત્‍યા કર્યાની પતિની કબુલાત : દાગીના કાળા પડી ગયા હોઇ મિત્ર પાસે ઉજાળવા દેવા છે કહી ઉતરાવી લીધા'તાઃ સળીયો સાથે શું કામ લધો? તેવું સ્‍નેહાએ પુછતાં હિતેષે-આગળ વિધી કરવાની છે તેવું કહી દીધુ હતું: આડેધડ ત્રણેક ઘા મારી તરફડીયા મારતી હાલતાં છોડીને નીકળી ગયો હતોઃ પછી કંઇ ન થયું હોય તેમ પત્‍નિને શોધવામાં પણ સામેલ થયો હતો : શનિવારે સાંજે સ્‍નેહાએ કુલ ત્રણ ફોન કરી પતિને જમવા લઇ જવાનું કહ્યું-છેલ્લા ફોનમાં એવી ગાળો ભાંડી કે હિતેષ સમસમી ગયો અને હત્‍યા કરી નાંખી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને પીએસઆઇ પરમાર, મોવલિયા, ડોડીયા, ગરચર, ચુડાસમાની ટીમોએ ઉકેલ્‍યો ભેદ2:33 PM IST

દીકરીના લગ્નને કારણે કાર્યક્રમનું સ્થળ બદલી દેવાના મુખ્યમંત્રીના માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો : મુખ્યમંત્રીએ સરકારી કાર્યક્રમોને કારણે કોઇ સામાન્ય નાગરિક પરેશાન ન થાય તેની ખાસ ચિંતા કરવા તાકીદ કરી: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી:SIRની કામગીરીમાં ચૂંટણીપંચને મદદરૂપ થવા મંત્રીઓને આદેશ અપાયા: રાજ્યના વિવિધ વિભાગો અને કચેરીઓમાં સત્વરે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા સુચના અપાઈ: રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ આજના પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રામમંદિર શિખર પર ધર્મ ધ્વજ લહેરાવ્યો, રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યોએ અભિનંદન પાઠવ્યા6:03 PM IST