News of Tuesday, 6th October 2026
‘દ્રશ્યમ ૩'નો બોક્સ ઓફિસ પર ધમાકો, ચાર દિવસમાં ૩૦૦ કરોડ રૂપિયા છાપ્યાઃ ‘બોર્ડર ૨'ને પણ પછાડી
દ્રશ્યમ ૩: ધ કન્ક્લૂઝન ફ્રેન્ચાઇઝીની ત્રીજી અને અંતિમ કડી છે. ફિલ્મમાં શ્રિયા સરન, રજત કપૂર, ઈશિતા દત્તા સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે

મુંબઈ તા.૬: અજય દેવગન અને તબ્બુ સ્ટારર સસ્પેન્સ થ્રિલર ‘દ્રશ્યમ ૩: ધ કન્ક્લૂઝન' બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રિલીઝ થયેલી અભિષેક પાઠકની આ ફિલ્મ એક રોમાંચક અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જે લોકોને છેલ્લે સુધી જકડી રાખે છે.
ફિલ્મની વાર્તા ‘લ્લશ્યમ ૨' જ્યાં પૂરી થઈ હતી, ત્યાંથી આગળ વધે છે. અજય દેવગન ફરી વિજય સાલગાંવકરના રોલમાં જોવા મળે છે, જ્યારે તબ્બુ મીરા દેશમુખના પાત્રમાં છે. આ વખતે કેસમાં જયદીપ અહલાવત એસપી રાજવીર સિહ તોમર તરીકે એન્ટ્રી કરે છે અને પોલીસના હાથમાં વિજય વિરુદ્ધ નવો પુરાવો છે. સાથે જ પ્રકાશ રાજનો વકીલ ઇન્દ્રજીત શેટ્ટી પણ વિજય માટે નવી મુશ્કેલી ઊભી કરે છે. વાર્તામાં હવે મુખ્ય સવાલ છે કે ૨૩ જુલાઈએ ખરેખર શું થયું હતું?
દ્રશ્યમ ૩એ આ સાથે ૨૦૨૬માં આવેલી ‘બોર્ડર ૨'ને પણ પાછળ છોડી દીધી છે. ‘બોર્ડર ૨'એ ચાર દિવસમાં ૧૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘લ્લશ્યમ ૩'નું ચાર દિવસનું ભારત નેટ કલેક્શન ૧૯૭.૫૦ કરોડ રૂપિયા છે. ફિલ્મની આ રફતાર તેને અજય દેવગનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિગ અને સૌથી સફળ ફિલ્મોમાં સ્થાન અપાવી રહી છે. દ્રશ્યમ ૩ ફિલ્મના ચોથા દિવસે કુલ ૧૬,૨૭૪ શો યોજાયા હતા. ચોથા દિવસે ફિલ્મે ૨૧ કરોડની કમાણી કરી છે. વિદેશોમાં ફિલ્મે ૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાર દિવસમાં ૩૦૩ કરોડ રૂપિયાનો વર્લ્ડવાઈડ આંકડો પર કર્યો છે.
‘દ્રશ્યમ ૩: ધ કન્ક્લૂઝન' ફ્રેન્ચાઇઝીની ત્રીજી અને અંતિમ કડી છે. ફિલ્મમાં શ્રિયા સરન, રજત કપૂર, ઈશિતા દત્તા સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
