News of Tuesday, 19th May 2026
કાન્સ ૨૦૨૬માં હુમા કુરેશીનો આખરી ધમાકો: ફ્રેન્ચ રિવેરાને ગ્લેમરસ અંદાજમાં કહ્યું 'અલવિદા', ઓસ્કાર ડે લા રેન્ટા ગાઉનમાં મચાવી ધૂમ!
શાહી સાડીઓ અને પાવર સુટ્સ પછી આધુનિક ભારતીય નારીના બોલ્ડ અંદાજ સાથે રેડ કાર્પેટ પર પૂર્ણ કરી સફર; ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને લખ્યો હૃદયસ્પર્શી સંદેશ

કાન્સ, તા.૧૯: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬' (Cannes Film Festival 2026) માં બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીએ પોતાની ફેશન સેન્સથી આંતરરાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવી દીધી છે. ફેસ્ટિવલના પ્રારંભથી જ પરંપરાગત શાહી સાડીઓ, શાર્પ પાવર સુટ્સ અને કલાત્મક ડ્રામેટિક ગાઉન્સ વડે પ્રશંસકોના દિલ જીત્યા બાદ, હુમાએ હવે ફ્રેન્ચ રિવેરા પરથી એક અંતિમ હાઇ-ફેશન લુક સાથે ફ્રાન્સને 'ઓ રિવોઇર' (Au Revoir - ફરી મળીએ ત્યા સુધી અલવિદા) કહી દીધું છે. તેનો આ છેલ્લો લુક સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
હુમાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આખરી ગ્લેમરસ દેખાવની અદભુત તસવીરો શેર કરીને કાન્સની પોતાની સફર પર એક ઊંડાણપૂર્વકનું કેપ્શન લખ્યું છે. તેણે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા લખ્યું કે, "મારા માટે એક આધુનિક ભારતીય મહિલા બનવું એ માત્ર સંપૂર્ણતા (perfection) વિશે નથી, પરંતુ તે પોતાના વ્યક્તિત્વના લેખક બનવા વિશે છે. પોતાના મૂળને નબળા પાડ્યા વિના વૈશ્વિક મંચ પર લઈ જવાની અને મહત્વાકાંક્ષાને કલામાં બદલવાની આ સફર છે. આગામી સમય સુધી... ઓ રિવોઇર, કાન્સ!"
ઓસ્કાર ડે લા રેન્ટાના બ્લેક ગાઉનમાં બિખેર્યો જાદુ
કાન્સ ૨૦૨૬ માં 'હોપ' (Hope) ફિલ્મના સ્ક્રીનીંગ દરમિયાન હુમા કુરેશીએ પ્રખ્યાત ઇન્ટરનેશનલ ડિઝાઇનર ઓસ્કાર ડે લા રેન્ટાના અત્યંત આકર્ષક બ્લેક મખમલ (Velvet) ગાઉનમાં એન્ટ્રી કરી હતી. આ ફિટેડ સિલુએટ ગાઉનની હોલ્ટર નેકલાઇન પર એક સુંદર ટ્વિસ્ટેડ ડિટેલિંગ અને કીહોલ કટ-આઉટ આપવામાં આવ્યું હતું. આ ડ્રેસની સૌથી મોટી ખાસિયત તેની બોડિસ પર કરવામાં આવેલું મેટાલિક ગોલ્ડ લીફ (સોનેરી પાંદડાં) નું વર્ક હતું, જેણે આ ન્યૂનતમ (minimal) લુકમાં પણ રોયલ નાટક અને ગ્લેમર ઉમેર્યું હતું.
પરફેક્ટ સ્ટાઇલિંગ અને સોફ્ટ ગ્લેમર
પોતાના દેખાવને ક્લાસિક અને પોલિશ્ડ રાખવા માટે હુમાએ કોઈ ભારે જ્વેલરી પહેરવાનું ટાળ્યું હતું. તેણે માત્ર ડ્રેસના સોનેરી વર્ક સાથે મેચ થતી નાજુક સોનાની બુટ્ટીઓ પસંદ કરી હતી. સોફ્ટ ગ્લેમર મેકઅપ, તેજસ્વી ત્વચા, સોફ્ટ આંખો અને ન્યુડ પિંક લિપસ્ટિક સાથે તેના વાળનો આકર્ષક અપડો (Updo) લુક તેના ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. ઇન્ટરનેશનલ મીડિયા અને ફેશન ક્રિટિક્સ પણ હુમાના આ ક્લાસિક રેડ કાર્પેટ લુકના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
