તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 28th July 2026
ભારતીય સિનેમા અને સંયુક્ત રાષ્ટ્રનો ઐતિહાસિક પહલ: પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મુદ્દે રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ
પ્રોડ્યુસર્સ ગિલ્ડ, PLUC અને UNFCCC વચ્ચે મહત્વની ચર્ચા : મનોરંજન ઉદ્યોગમાં સુસ્થિર ઉત્પાદન અને ક્લાઇમેટ સ્ટોરીટેલિંગ માટે રોડમેપ તૈયાર કરાશે

મુંબઈ: પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા, PLUC (પીપલ લાઈક અસ ક્રિએટ), અને યુએન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) એ પ્રથમ વખત એક ખાસ રાઉન્ડ ટેબલનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય ભારતીય ફિલ્મ સ્ટુડિયો, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, પ્રોડક્શન હાઉસ, સરકારી પ્રતિનિધિઓ અને ક્લાઈમેટ લીડર્સનો સમાવેશ થતો હતો.સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જના એક્ઝિક્યુટિવ સેક્રેટરી સિમોન સ્ટીલે પણ મુંબઈમાં એમેઝોન ઓફિસમાં આ બંધ બારણે બેઠકમાં ભાગ લીધો હતો. મીટિંગના અંતે, બધાએ મનોરંજન ઉદ્યોગ અને ક્લાઈમેટ સમુદાય વચ્ચે મજબૂત ભાગીદારી બનાવવા અને ક્લાઈમેટ સ્ટોરીટેલિંગ અને ટકાઉ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે લાંબા ગાળાનો રોડમેપ વિકસાવવાનો સંકલ્પ કર્યો હતો.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
