<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

આવી રહી છે કભી ખુશી કભી ગમની સીક્‍વલ?

કરણ જોહરે હાલમાં ‘કભી ખુશી કભી ગમ'ની યાદ અપાવતી એક નવી ક્‍લિપ શેર કરીને ચાહકોમાં ઉત્‍સુકતા જગાવી

મુંબઈ,તા.૧૮: અમિતાભ બચ્‍ચન, જયા બચ્‍ચન, શાહરુખ ખાન, કાજોલ, હૃતિક રોશન અને કરીના કપૂરને ચમકાવતી ‘કભી ખુશી કભી ગમ' ૨૦૦૧માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. હવે ચર્ચા છે કે આ ફિલ્‍મની સીક્‍વલ બનાવવાનું પ્‍લાનિગ ચાલી રહ્યું છે.

કરણ જોહરે હાલમાં ‘કભી ખુશી કભી ગમ'ની યાદ અપાવતી એક નવી ક્‍લિપ શેર કરીને ચાહકોમાં ઉત્‍સુકતા જગાવી છે. આ ક્‍લિપમાં કરીના અને હૃતિક જોવા મળી રહ્યાં છે. ફિલ્‍મના લોકપ્રિય ગીત ‘યુ આર માય સોનિયા'નો ઉપયોગ આ ક્‍લિપના બેકગ્રાઉન્‍ડ ટ્રેક તરીકે કરવામાં આવ્‍યો છે. વિડિયોમાં કરીના પોતાના જાણીતા પાત્ર ‘પૂ'ના અંદાજમાં ફરી જોવા મળી રહી છે અને સાથે હૃતિક રોશન પણ છે.

કરણ જોહરે પોસ્‍ટની કેપ્‍શનમાં લખ્‍યું હતું કે ‘કેટલીક વાર્તાઓ પચીસ વર્ષ પછી પણ પૂરી થતી નથી...' આ કેપ્‍શન પરથી અત્‍યારે તો એવું જ લાગી રહ્યું છે કે કંઈક નવું આવવાનું છે. જોકે ફિલ્‍મમેકરે હજી સુધી આ વિશે બીજી કોઈ વિગતો શેર કરી નથી

(3:20 PM IST)