<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સનાતન ઘર્મને બદનામ કરતી કિંગ ફીલ્‍મને લઇ દાઉદ ગેંગ સામે જામનગર હિન્‍દુ સેનાની લાલ આંખ

કેસરી રંગને વારંવાર અપમાનીત કરતા ષડયંત્ર રચનારાઓને હિન્‍દુ સેના સહન નહીં કરે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: આગામી મહિનામાં ફરી એક વિવાદીત ફીલ્‍મ કિંગમાં દીપિકાના ભગવા ડ્રેસ પર ફરી વિવાદ સર્જાયો છે. હિન્‍દુ સંસ્‍કળતિ અને ધર્મનું અપમાન કરનાર આવા ફીલ્‍મ કલાકારોને હવે હિન્‍દુ સેના વખોડી રહી છે. જે કોઈ કેસરીનું અપમાન કરે છે તે બચી શકશે નહીં. આ ફરીથી અરાજકતાનો કિસ્‍સો છે. અગાઉ, દીપિકા અને શાહરૂખની ફિલ્‍મમાં કેસરી રંગ પર વિવાદ થયો હતો, અને આ વખતે પણ.રંગ ધર્મને ઓળખે છે. હિન્‍દુઓ, શીખો અને સૂફી સંતો પણ ભગવા ડ્રેસ પહેરે છે, પરંતુ ફક્‍ત થોડા જ લોકોને વાંધો છે.

૨ નવેમ્‍બરના રોજ, શાહરૂખ ખાનની આગામી ફિલ્‍મ, કિંગનું ગીત તુ મિલ જાયે રિલીઝ થયું. ગીતના એક ભાગમાં દીપિકા પાદુકોણ નારંગી ડ્રેસમાં નળત્‍ય કરતી જોવા મળે છે, જેનો ભાજપના ધારાસભ્‍ય અને અયોધ્‍યાના મહંતે વાંધો ઉઠાવ્‍યો છે. અને હાલમાં ગુજરાત હિન્‍દુ સેનાએ પણ આ કેસરી રંગને બદનામ કરવાના ષડયંત્ર રચનારાઓને જાકારો આપવા પ્રજાને અપીલ કરી છે.

હિન્‍દુ સેના કહે છે કેસરી રંગ એ ભગવાનનું પ્રતિક છે, બલિદાનનું પ્રતિક, ક્રાંતિકારીનું અને બહાદુરીનું પ્રતિક છે તેમજ ત્‍યાગ અને સમર્પણ અને ભકિતનું પ્રતિક છે. સનાતન ધર્મને તોડવા શાહરૂખખાન જેવા બોલીવુડના હિરો અથાગ પ્રયત્‍નો કરી રહયા છે. ખરેખર ધૂરંધર ૧ અને ર તેમજ રામાયણ જેવી ફિલ્‍મો સુપરહિટ જતાં બોલીવુડના ઇન્‍વેસ્‍ટર દાઉદ ઇબ્રાહિમના પેટમાં તેલ રેડાયું છે જેથી આપણી સનતન સંસ્‍કળતિને નષ્ટ કરવા વારંવાર ભારતીય સંસ્‍કળતિનું અપમાન, ભારતીય તિરંગાનું અપમાન, કેસરી રંગનું અપમાન આ બધું હવે સહી લેવામાં નહીં આવે. તેથી, ફિલ્‍મમાં ભગવા પહેરેલા લોકો સાથેનો અશ્‍લીલ દ્રશ્‍ય કાપી નાખવો જોઈએ અને આ વ્‍યક્‍તિઓ સામે પગલાં લેવા જોઈએ. ડી ગેંગના ઇશારે આવા કળત્‍યો કરનાર સામે હિન્‍દુ સેના ભારત સરકાર પાસે સખત કેદની સજાની માંગણી કરે છે.

(1:35 PM IST)